અમેરિકાએ ગુરુવારે પાકિસ્તાનને કડક શબ્દોમાં કહી દીધુ હતુ કે હવે તેમની સરકાર આતંકવાદીઓને પનાહ નહી આપે. સાથે તે પણ કહ્યુ કે વૈશ્વિક શાંતિ માટે વોશિંગ્ટન અને નવી દિલ્હીએ આગળ આવવું જોઇએ. ભારત અને અમેરિકાના સંબંધોને આગળ વધારવા માટે અમેરિકી રાજદૂત હેલી નિક્કીએ કહ્યુ કે બંને દેશ આતંકવાદી સંગઠનને આશરો આપવાની ઘટનાને જોઇને આંખ બંધ ના કરી શકે. નિક્કી હેલીએ કહ્યુ કે અમેરિકાની પાકિસ્તાનને જોવાની નજર પહેલેથી જ અલગ છે.
અમેરિકા દ્વારા કહેવામાં આવ્યુ કે અમેરિકા પાકિસ્તાનના ઘણા મામલામાં ભાગીદાર છે, પરંતુ તે આતંકવાદ ફેલાવવામા સાથ નથી આપી રહ્યું. ઓબ્ઝર્વર રિચર્ચ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ભારતીય-અમેરિકી નાગરિક હેલીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનને પહેલાની તુલનામાં સખ્તીથી આદેશ આપવામાં આવી રહ્યો છે. અમને પાકિસ્તાનની હરકતોમાં બદલાવની આશા છે.
અમેરિકા અને ભારત બંને આતંકવાદ નામના જહેરથી સારી રીતે જાણીતા છે. બંને દેશોએ સાથે મળીને આતંકવાદને નાબૂદ કરવાનુ બીડુ ઝડપ્યુ છે. હેલીએ તે પણ કહ્યુ કે, તેમને નુકશાન પહોંચાડનાર આતંકવાદી નેટવર્કનો સફાયો કરવામાં તેમને રસ છે. એક દાયકા પહેલા થયેલા મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં બંને દેશના નાગરિકોના મૃત્યુ થયુ હતું. જેથી હવે આતંકવાદનો સફાયો કરવામાં જ તેમને રસ છે.