ન્યુયોર્ક: યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરૂષોની ફાઇલ મેચ હવે નોવાક જાકોવિક અને ડેલ પોટ્રો વચ્ચે રમાશે. વર્તમાન ચેÂમ્પયન અને પ્રથમ ક્રમાંકિત સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલ ઇજાના કારણે સેમીફાઇનલ મેચમાં બીજા સેટમાં જ ખસી જતા પોટ્રો ફાઇનલમાં પહોંચી ગયો હતો. નડાલે ખસી જવાની જાહેરાત કરી ત્યારે પોટ્રોલ ૭-૬, ૬-૨થી આગળ ચાલી રહ્યો હતો. ત્રીજા ક્રમાંકિત પોટ્રોએ વર્ષ ૨૦૦૯માં ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી હતી. ડેલ પોટ્રો હવે વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૫માં વિજેતા બનેલા જાકોવિક સામે ટકરાશે. જાકોવિક આ ટુર્નામેન્ટમાં આઠ વખત ફાઇનલમાં પહોંચ્યો છે.
જાકોવિકે સેમીફાઇનલ મેચમાં જાપાનના કેઇ નિશીકોરી પર સીધા સેટોમાં ૬-૩, ૬-૪ અને ૬-૨થી જીત મેળવી હતી. હવે જાકોવિક હોટફેવરીટ છે. તેમની વચ્ચે ૧૦ વર્ષની સ્પર્ધા છે. જેમાં જાકોવિક પોટ્રો પર ૧૪-૪ની લીડ ધરાવે છે.
આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે. સિંગલ્સ ચેÂમ્પયન બનનાર ખેલાડીને ૩.૮ મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે જ્યારે સિંગલ્સ ફાઈનાલિસ્ટને ૧૮૫૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા બનનારને પણ જંગી રકમ ચુકવવામાં આવનાર છે.ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો યુએસ ઓપનમાં સૌથી વધુ વખત તાજ પાંચ વખત રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્રસે જીત્યા છે જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સે છ વખત તથા ક્રિસ એવર્ટે પણ છ વખત મહિલા સિંગલ્સનો તાજ જીત્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ઇનામી રકમમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રેકોર્ડ ૩.૮ મિલિયન ડોલરની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. સિંગલ્સ વિજેતાને ગયા વર્ષની સરખામણીમાં ૨.૭ ટકા વધુ રકમ મળશે.રાફેલ નડાલ છેલ્લી ત્રણ ગ્રાન્ડસ્લેમમાં ડેલપોટ્રો સામે જીત મેળવવામાં સફળ રહ્યો છે. જા કે સેમીફાઇનલમાં તે સ્વસ્થ દેખાયો ન હતો. જેથી તે અધવચ્ચે મેચમાંથી ખસી ગયો હતો.
યુએસ ઓપનમાં આ વખતે મહિલા વર્ગમાં શરૂઆતથી મોટા અપસેટો સર્જાયા હતા. પ્રથમ ક્રમાંકિત સિમોના હાલેપ પ્રથમ રાઉન્ડમાં જ ફેકાઈ હતી. ટોપ ત્રણ ખેલાડીઓ શરૂઆતી તબક્કામાં જ ફેંકાઈ ગઈ હતી. હવે સેરેના વિલિયમ્સ ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ છે.પોટ્રોને જાકોવિક પર જીત મેળવી લેવા માટે ભારે મહેનત કરવી પડશે. કારણ કે જાકોવિકે હમેંશા ડેલ પોટ્રો સામે પોતાની ભવ્ય રમત રમી છે. ફાઇનલમાં બન્ને ક્યારેય ટકરાયા નથી. વર્ષ ૨૦૦૭ અને વર્ષ ૨૦૧૨માં યુએસ ઓપનમાં કોઇ પણ સેટ ગુમાવ્યા વગર જાકોવિકે પોટ્રો પર જીત મેળવી હતી. જાકોવિક પાસે વધુ એક ગ્રાન્ડ સ્લેમ જીતવા માટેની તક રહેલી છે. પોટ્રો પાસે સારી તક રહેલી છે.