ન્યુયોર્ક: ન્યુયોર્કમાં ફ્લુસિંગ મેડોસ ખાતે શરૂ થયેલી ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનમાં મોટો અપસેટ આજે સર્જાયો હતો. પ્રથમ રાઉન્ડની મેચમાં જ કેયા કાનેપીએ પ્રથમ ક્રમાંકિત ખેલાડી સિમોના હાલેપ ઉપર ૬-૪, ૬-૨થી જીત મેળવી ખળભળાટ મચાવી દીધો હતો. ૪૪મી ક્રમાંકિત ખેલાડીએ જારદાર રમત રમી હતી. આ મેચ માત્ર ૭૬ મિનિટ સુધી ચાલી હતી. નવેસરથી તૈયાર કરવામાં આવેલા લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમ ખાતે આ મેચ રમાઈ હતી.
૧૯૬૮માં ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટોમાં પ્રોફેશનલોની એન્ટ્રી થયા બાદથી પ્રથમ ક્રમાંકિત ખેલાડી તરીકે મેદાનમાં ઉતરેલી માત્ર પાંચ મહિલાઓની જ પ્રથમ રાઉન્ડમાં હાર થઇ છે જે પૈકી માર્ટિના હિંગિસ બે વખત, સ્ટેફી ગ્રાફ એક વખત, કાર્બર એક વખત અને રુઝીસી એક વખત હારી છે. સિંગલ્સ ચેમ્પિયન બનનાર ખેલાડીને ૩.૮ મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે જ્યારે સિંગલ્સ ફાઈનાલિસ્ટને ૧૮૫૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા બનનારને પણ જંગી રકમ ચુકવવામાં આવનાર છે. નોવાક જાકોવિક ફરી એકવાર ફોર્મ મેળવી ચુક્યો છે. આવી સ્થિતિમાં તે પડકાર ફેંકવા માટે સજ્જ છે.
મહિલા વર્ગમાં પણ સ્પર્ધા વધારે રોચક રહેશે. આ વખતે ઇનામી રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ઇનામી રકમમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રેકોર્ડ ૩.૮ મિલિયન ડોલરની રકમ ખર્ચ કરવામાં આવનાર છે. સિંગલ્સ વિજેતાને ગયા વર્ષની સરખામણીમાં ૨.૭ ટકા વધુ રકમ મળશે. નડાલને પોતાના તાજને જાળવવા માટે જોરદાર મહેનત કરવી પડશે. આવી જ રીતે મહિલા સિંગલ્સમાં પણ સ્ટેફાનેને તાજને જાળવવા મુશ્કેલી રહેશે. કારણ કે, સેરેના વિલિયમ્સ પણ મેદાનમાં ઉતરી રહી છે. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો યુએસ ઓપનમાં સૌથી વધુ વખત તાજ પાંચ વખત રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્રસે જીત્યા છે જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સે છ વખત તથા ક્રિસ એવર્ટે પણ છ વખત મહિલા સિંગલ્સનો તાજ જીત્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ ગ્રાન્ડસ્લેમમાં ઓનકોર્ટ ક્લોકની ગણતરી કરવામાં આવનાર છે.