વર્ષ ૨૦૧૯ની શરૂઆત થયા બાદથી કેટલાક નવા નવા ઘટનાક્રમ જાવા મળી રહ્યા છે. એકબાજુ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરની સ્થિતી છે તો બીજી બાજુ અમેરિકા અને ઇરાન વચ્ચે પણ ખેંચતાણ જારી છે. હજુ પણ કેટલીક ખેંચતાણની ઘટના જાવા મળી શકે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક સમસ્યાઓને ઉકેલી દેવા માટે અન્ય દેશોને આગળ આવવા માટેની વાત કરી રહ્યા છે પરંતુ તેમનુ વલણ હજુ પણ પ્રભુત્વ જમાવવાવાળુ રહેલુ છે. આના ભાગરૂપે જ ઇરાન પર અમેરિકાએ પ્રતિબંધમાં કોઇ હળવુ વલણ અપનાવ્યુ નથી. જેથી એવા સંકેત મળે છે કે વર્ષ ૨૦૧૯ના બાકીના મહિનામાં પણ મોટી વૈશ્વિક ઘટનાઓ લોકોને જોવા મળી શકે છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ખેંચતાણ જારી રહેશે. ઇરાને પણ હવે જિદ્દી વલણ અપનાવીને અમેરિકા સામે ઝુંકવાનો ઇન્કાર કર્યો છે. આ બંને દેશો વચ્ચેની ખેંચતાણના કારણે ભારત સહિતના જુદા જુદા દેશો પર અસર થનાર છે.
હાલમાં જ અમેરિકાએ ઇરાન પર કઠોર પ્રતિબંધ લાગુ કરી દીધા હતા. આ પ્રતિબંધને થોડાક સમય પહેલા થયેલી ઐતિહાસિક સમજુતી બાદ દુર કરી લેવામાં આવ્યા હતા. ઐતિહાસિક પરમાણુ સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા બાદ પ્રતિબંધ દુર કરતા તમામને રાહત થઇ હતી. ગયા વર્ષે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે અમેરિકાના પરમાણુ સમજુતીથી બહાર થવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરવામાં આવી ત્યારથી જ કેટલીક બાબતોને લઇને ચર્ચા ચાલી રહી હતી. અમેરિકાની દલીલ રહી છે કે મિસાઇલોના વિકાસ, અખાત દેશોમાં ઘાતક ગતિવિધીના કારણે ઇરાન પર નાણાંકીય અને આર્થિક દબાણ લાવવામાં આવી રહ્યુ છે. તેની ગતિવિધીને ઘાતક તરીકે ગણાવીને અમેરિકાએ પ્રતિબંધ લાગુ કરી દીધા છે. અમેરિકી પ્રતિબંધ ના પ્રથમ તક્કામાં અમેરિકી ડોલર સુધી તેની પહોંચને ઘટાડી દેવા માટે કાર અને કેટલીક ચીજોને ટાર્ગેટ બનાવવામાં આવી છે. ટ્રમ્પ દ્વારા પરમાણુ સમજુતીમાંથી નિકળી જવાની જાહેરાત કરવામાં આવી ત્યારબાદથી જ ઇરાની ચલણ રિયાલની કિંમત ગગડી રહી હતી. તેની કિંમત ઘટીને હવે અડધી થઇ ગઇ છે. પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા બાદ ઇરાનના પ્રમુખ હસન રુહાનીએ અમેરિકા પર ઇરાન જેવા ઇસ્લામિક દેશની સામે મનૌવૈજ્ઞાનિક યુદ્ધ છેડવાનો આક્ષેપ કર્યો છે. ટ્મ્પના પ્રસ્તાવને ફગાવીને ઇરાન પ્રમુખ કહી ચુક્યા છે કે ઇરાન ઉત્તર કોરિયા નથી. જે તમારા પ્રસ્તાવને સ્વીકાર કરી લે. આવા નિવેદનના કારણે ટ્ર્મ્પ વધારે નારાજ થયા છે.
અમેરિકા વર્ષ ૨૦૧૫માં સીરિયામાં લાગેલા ફટકાને પચાવી શક્યા નથી.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા બાદ વધુ એક જાહેરાત પણ કરી દીધી છે. ટ્રમ્પે કહ્યું છે કે, જે દેશ ઇરાનની સાથે વેપાર જારી રાખશે તે અમેરિકાની સાથે વેપાર કરી શકશે નહીં. ઇરાનથી આ પ્રતિબંધ ૨૦૧૫માં પરમાણુ કરાર થયા બાદ ઉઠાવી લેવામાં આવ્યા હતા. ટ્રમ્પના આ પ્રતિબંધના કારણે ભારત ઉપર પણ અસર થઇ શકે છે. ચીન બાદ ભારત ઇરાનના બીજા સૌથી મોટા તેલ આયાતકાર દેશ તરીકે છે. અમેરિકી પ્રતિબંધ બાદ ભારત હવે ધીમે ધીમે ઇરાનથી અન્યત્ર થઇ રહ્યું હતું. ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું છે કે, ઇરાન ઉપર લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધ સત્તાવારરીતે અમલી કરી દેવામાં આવ્યા છે. હજુ સુધીના સૌથી કઠોર પ્રતિબંધ તરીકે આને ગણવામાં આવે છે. નવેમ્બરમાં આગામી સ્તર સુધી જશે. ઇરાનની સાથે જે દેશ પણ વેપાર કરશે તે અમેરિકા સાથે વેપાર કરી શકશે નહીં. તેઓ દુનિયા માટે શાંતિની માંગ કરી રહ્યા છે. અમેરિકાના પ્રતિબંધથી પેટ્રોલિયમ સંબંધિત લેવડદેવડ રોકાઈ જશે.
આ ઉપરાંત વિદેશી નાણાંકીય સંસ્થાઓના ઇરાનના કેન્દ્રીય બેંકોની પાસે સોદા પણ રોકાઈ જશે. જા કે, ટ્રમ્પે કહ્યું છે કે, તે ઇરાનની સાથે વ્યાપક પરમાણુ કરાર પર વિચારણા માટે તૈયાર છે. અમેરિકા આ પ્રયાસમાં એકસમાન વિચારધારા ધરાવનાર દેશોની ભાગીદારીનું સ્વાગત કરે છે. અમેરિકી પ્રતિબંધના પ્રથમ ચરણમાં ઇરાનની અમેરિકી મુદ્રા સુધી નેટવર્ક તથા કાર અને અન્ય ચીજાને ટાર્ગેટ કરવામાં આવી છે. અમેરિકા દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ બ્રિટન, ફ્રાંસ સહિતના દેશોએ દુખ વ્યક્ત કર્યું છે. અમેરિકાના દંડની દહેશતથી ઘણી કંપનીઓ ઇરાનથી બહાર નિકળી રહી છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે અમેરિકા ઇરાનને પણ ઇરાક બનાવી દેવા માટે ઇચ્છુક છે. જો કે તે બાબત સરળ નથી. ઇરાન પ્રત્યે ટ્રમ્પના વલણને ઇઝરાયેલ અને સાઉદી સિવાય અન્ય દેશો પણ પણ પસંદ કરી રહ્યા નથી. અમેરિકા અને ઇરાન વચ્ચે હાલમાં પ્રુત્વ અને દબાણની લડાઇ ચાલી રહી છે. ટ્ર્મ્પના પગલાના કારણે ઇરાનમાં કટ્ટરપંથી અને ઉદારવાદી લોકો એક થઇ ગયા છે.