કોર્ટના આ ર્નિણયથી US H1B  વિઝા ધારકોને ઘણો ફાયદો થશે..

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓને લઈને અમેરિકી કોર્ટે મોટો ર્નિણય સંભળાવ્યો છે. અમેરિકી કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈની પાસે H-1B વિઝા છે તો તેના જીવનસાથીને દેશમાં કામ કરવાની છૂટ છે. સેવ જોબ્સ યુએસએ નામની સંસ્થાએ H-1B વિઝા ધારકોની અમુક શ્રેણીના જીવનસાથીઓને કામ કરવાનો અધિકાર આપતા નિયમોને તોડી પાડવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ નિયમો બરાક ઓબામાના પ્રમુખપદ દરમિયાન બનાવવામાં આવ્યા હતા. કોર્ટના આ ર્નિણયથી ભારતીયોને પણ ફાયદો થશે કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો H-1B વિઝા ધારકો પણ છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચુટકને સેવ જોબ્સ યુએસએની અરજીને ફગાવી દેતાં કહ્યું કે H-1B વિઝા ધારકની પત્નીને પણ યુએસમાં કામ કરવાની છૂટ છે.

સેવ જોબ્સ યુએસએની અરજીનો એમેઝોન, એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓએ વિરોધ કર્યો હતો. કોર્ટના આ ર્નિણયથી એક લાખ H-1B વિઝા ધારકોને ફાયદો થશે. જેમાં મોટી સંખ્યામાં ભારતીયોનો સમાવેશ થાય છે. સેવ જોબ્સ યુએસએએ દલીલ કરી હતી કે કોંગ્રેસે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ઓથોરિટીને વિદેશી નાગરિકોના જીવનસાથીને H-૪ વિઝા ધારકોને યુ.એસ.માં કામ કરવાની મંજૂરી આપવાનો અધિકાર આપ્યો નથી. કોર્ટે આ દલીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસે જાણી જોઈને યુએસ સરકારને જીવનસાથીના યુએસમાં રહેવાની શરત તરીકે રોજગાર અધિકૃત કરવાનો અધિકાર આપ્યો હતો.

એક અહેવાલ મુજબ, વસાહતીઓને કાનૂની સહાય પૂરી પાડતા વકીલ અજય ભુટોરિયાએ કોર્ટના ર્નિણયને વધાવતા કહ્યું કે H-1B  વિઝા હેઠળ અન્ય દેશોના કુશળ કામદારોને યુએસમાં આવવા અને અહીંની કંપનીઓમાં કામ કરવાની મંજૂરી આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. જેના માટે અરજી કરવામાં આવી હતી. અત્યાર સુધી પતિ કે પત્નીને આ હેઠળ કામ કરવાની મંજૂરી નહોતી. જેના કારણે અહીં રહેતા પરિવારો પર વધારાનો આર્થિક બોજ પડતો હતો. હવે આવું નહીં થાય કારણ કે વિઝા ધારકની પત્ની પણ કામ કરીને પૈસા કમાઈ શકશે.

Share This Article