ફાઈટર જેટના પાયલોટનું મોત થયાનું પણ સામે આવ્યું
નવીદિલ્હી : અમેરિકાનું લેટેસ્ટ ફાઈટર પ્લેન F16 ક્રેશ થયું છે. આ પોતે જ આશ્ચર્યજનક છે કારણ કે તેને રાફેલ જેટલું અદ્યતન માનવામાં આવે છે. અમેરિકાની આગેવાની હેઠળના નાટોના ઘણા દેશો આ વિમાનનો ઉપયોગ કરે છે. આ દુર્ઘટના દક્ષિણ કોરિયામાં થઈ છે, જ્યાં અમેરિકાનું લશ્કરી મથક છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે પ્લેન ટ્રેનિંગ પર હતું. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, F16 ફાઇટર પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે તે દક્ષિણ કોરિયાના ગુનસાનમાં અમેરિકી સૈન્ય મથકની નજીક હતું, દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે હાલમાં આ અંગે કોઈ માહિતી નથી આપી. અમેરિકી રક્ષા મંત્રાલયે આ સંબંધમાં કોઈ સ્પષ્ટ માહિતી શેર કરી નથી.
