અંતે ભારતને સશસ્ત્ર  ડ્રોન વેચવા અમેરિકાની મંજુરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી :  અમેરિકાની સરકારે ભારતને સશસ્ત્ર ડ્રોન વેચવા માટેની મંજુરી આપી દીધી છે. આની સાથે જ અમેરિકાએ ભારતને ઇન્ટીગ્રેટેડ એર એન્ડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વેચવાની ઓફર કરી છે. આનાથી ભારતને પોતાની સૈન્ય ક્ષમતાને વધારવામાં મદદ મળશે. હિંદ પ્રશાંત ક્ષેત્રમાં પોતાના હિતોની સુરક્ષા કરવામાં વધારે મજબૂતી મળશે. અમેરિકા તરફથી મંજુરી અને ઓફરના પ્રસ્તાવને લઇને આગળ વાતચીત શરૂ થઇ ચુકી છે.

પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભીષણ આતંકવાદી હુમલો થયો હતો જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહીરુપે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડા પર હવાઈ હુમલા કર્યા હતા. ચીનની વધતી જતી લશ્કરી તાકાત પણ ભારત માટે ચિંતાનો વિષય રહી છે. ભારત એશિયામાં સંતુલિત શક્તિ સ્થાપિત કરવામાં પણ અમેરિકા માટે મદદરુપ બની રહી છે. અધિકારીઓના કહેવા મુજબ ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાની ખુબ સારી લશ્કરી ટેકનોલોજીને ભારતને આપવા માટે તૈયાર છે.

Share This Article