અમેરિકા અને ભારત વચ્ચે સબમરીન વિરોધી યુદ્ધ સોનોબૉય આપવાના કરાર પર હસ્તાક્ષર થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : અમેરિકા અને ભારત વચ્ચે લગભગ ૪૨૨ કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેના માટે અમેરિકા એડવાન્સ ટેક્નોલોજી સાથે એન્ટી સબમરીન વૉરફેર સોનોબૉય પ્રદાન કરશે. તેની મદદથી દુશ્મન સબમરીનનું લૉકેશન જાણી શકાશે. અમેરિકાએ ભારતને સબમરીન વિરોધી યુદ્ધ સોનોબૉય આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકાએ ભારતને સબમરીન વિરોધી યુદ્ધ સોનોબૉય આપવાનો સોદો કર્યો છે. ર્જીર્હહ્ર્વેઅજ ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં જાેડાશે. આ ડીલથી ચીન અને પાકિસ્તાનને મોટો ઝટકો લાગી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે લગભગ ૪૪૨ કરોડ રૂપિયાની ડીલ થઈ છે. આ ડીલ હેઠળ અમેરિકા ભારતને દ્ગજીજીય્, ૫૩ય્ હાઈ એલ્ટિટ્યૂડ એન્ટી સબમરીન વોરફેર સોનોબૉય પણ આપશે.
સોનોબૉય એ ખૂબ જ વિશિષ્ટ અને અદ્યતન પ્રકારનું ઉપકરણ છે. આના દ્વારા સમુદ્રની નીચે કે તેની ઉપર ફરતા જહાજ અથવા સબમરીનને શોધી શકાય છે અને તેનું સ્થાન કે હિલચાલ જાણી શકાય છે. હેલિકોપ્ટર, સી ગાર્ડિયન અથવા ડ્રૉનની મદદથી સોનોબૉયને પાણીની અંદર છોડવામાં આવે છે. તેને પેરાશૂટ દ્વારા દરિયામાં છોડવામાં આવે છે. તે સમુદ્રમાં પડતાની સાથે જ સોનોબૉયનો એક ભાગ પાણી પર તરતો રહે છે અને બીજાે પાણીની નીચે થોડા મીટરની ઉંડાઈએ વાયર દ્વારા જાેડાયેલું રહે છે. સોનોબૉય રેડિયો સિગ્નલની જેમ કામ કરે છે. તે દુશ્મન જહાજ અથવા સબમરીનનો અવાજ શોધી શકે છે અને હેલિકોપ્ટર, સી ગાર્ડિયન ડ્રૉન અથવા કોઈપણ સિગ્નલ રીસીવર એરક્રાફ્ટને તેની હાજરી વિશે સંપૂર્ણ માહિતી આપી શકે છે. આ સિવાય ભારત અને અમેરિકા વચ્ચે ખાસ પ્રકારના સોનોબૉયને લઈને પણ વાતચીત ચાલી રહી છે. આ ખાસ પ્રકારના સોનોબૉયમાં ઘણા ટેકનિકલ ફેરફારો છે, જેની ભારતે અમેરિકા પાસે માંગણી કરી છે.

Share This Article