ઉર્વશી રોટેલા માત્ર ફિલ્મો અને કોરિયોગ્રાફી સુધી જ મર્યાદિત રહી નથી. તે સામાજિક કાર્યોની સાથે પણ જોડાયેલી છે. દેશમાં બાઇક ચાલકો માટે હેલ્મેટને લઇને પણ તે સુરક્ષા સંદેશ આપતી રહે છે. આ ઉપરાંત તે ઉર્વશી રોટેલા ફાઉન્ડેશન પણ ચલાવે છે.
જે જુદા જુદા સામાજિક કામ કરે છે. બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધા નવી અભિનેત્રીઓ વચ્ચે હોવા છતાં તે બિલકુલ પરેશાન નથી. તેને સતત સારી ફિલ્મોના આઇટમ સોંગ મળી રહ્યા છે. તે દરેક ભાષાની ફિલ્મમાં કામ કરવા માટે આશાવાદી બનેલી છે. રાકેશ રોશનની કાબિલ ફિલ્મ મળ્યા બાદ તેને સારી અને મોટી ફિલ્મોની ઓફર હવે થઇ રહી છે. હેટ સ્ટોરી ફિલ્મ તેની ફ્લોપ રહ્યા બાદ તે નિરાશ થઇ નથી. ખુબ ઓછા લોકો જાણે છે કે ઉર્વશી સારી કોરિયોગ્રાફર તરીકે પણ છે.