નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સવારે ભારે ઉત્સાહ વચ્ચે સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ પર મતદાનની શરૂઆત થઇ હતી. સવારમાં મતદાનની શરૂઆત થયા બાદ તમામ જગ્યાએ મોટી લાઇન લાગી હતી. કેટલીક જગ્યાએ સવારે પ્રમાણમાં ઓછા મતદારો દેખાઇ રહ્યા હતા જ્યારે કેટલીક જગ્યાએ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. આજે મતદાનની શરૂઆત થયા બાદ કુલ ૬૭૪ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. પાંચમા તબક્કામાં કયા રાજ્યમાં કેટલી સીટ પર મતદાન થઇ રહ્યુ છે તે નીચે મુજબ છે
રાજ્ય | બેઠક |
ઉત્તરપ્રદેશ | ૧૪ |
બિહાર | ૦૫ |
પશ્ચિમ બંગાળ | ૦૭ |
મધ્યપ્રદેશ | ૦૭ |
રાજસ્થાન | ૧૨ |
જમ્મુ કાશ્મીર | ૦૨ |
ઝારખંડ | ૦૪ |
કુલ | ૫૧ |