બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં હાલના સમયમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે અને આની સીધી અસર સેક્સ વર્કરો ઉપર પણ પડી છે. સેક્સ વર્કરોની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણાની લાઈફ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. વેસ્ટમિનીસ્ટર સિટી કાઉન્સીલના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ખરાબ આર્થિક સ્થિતિના પરિણામ સ્વરૂપે અગાઉની સરખામણીમાં હવે સેક્સ વર્કરો ગ્રાહકો પાસેથી ઓછા પૈસા લઈ રહી છે. તેમણે ઓછા નાણાં લેવાની ફરજ પડી રહી છે.
અહેવાલ મુજબ માત્ર સેક્સ વર્કરોને આવક ઘટી નથી બલ્કે તેમની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કમાણીમાં ઘટાડો થવાના કારણે હવે સેક્સ વર્કરો કોઈપણ રીતે ગ્રાહકને આકર્ષિત કરવા પ્રયાસ કરી રહી છે. ખતરનાક તરીકાઓ અજમાવવામાં આવી રહ્યા છે જેના કારણે તેમની સાથે હવે રેપ, અપહરણ, હત્યાઓ અને ચોરીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. સામાન્ય રીતે એવું જાણવા મળ્યું છે કે સેક્સ વર્કરો પોતાની સાથે થતાં અપરાધ અંગે પોલીસમાં ફરિયાદ કરતા નથી. લંડનમાં કાઉન્સીલરનું કહેવું છે કે માંગમાં ઘટાડો અને સેક્સ વર્કરોની સંખ્યામાં વધારો થવાના પરિણામ સ્વરૂપે તેમની આવકમાં ઘટાડો થયો છે પરંતુ ખતરો સતત વધી ગયો છે. છેલ્લા ઘણા વર્ષોમાં બ્રિટનમાં સેક્સ વર્કરોની સંખ્યામાં વધારો થયો છે. બીજી બાજુ પૂર્વીય યુરોપ, ચીન, થાઈલેન્ડ અને બ્રાઝિલથી મોટી સંખ્યામાં સેક્સ વર્કરો બ્રિટનમાં આવીને સ્થાઈ થયા છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના રેટમાં ૫૦ ટકા સુધી ઘટાડો નોંધાયો છે. વેશ્યાલયમાં જઈને કામ કરતી મહિલાઓ એક કલાકમાં આશરે ૨૦ પાઉન્ડ અથવા આશરે ૧૬૦૦ રૂપિયા કમાય છે. તેમને એક સ્વિફ્ટમાં છ ગ્રાહકોને જોવાની ફરજ પાડવામાં આવે છે. જ્યારે જાહેરાતો મારફતે પોતાના સ્તરે કામ કરતી મહિલાઓને પ્રતિ કલાક ૨૦૦ પાઉન્ડની આસપાસની રકમ મળે છે. ૨૦૧૧માં ધ ઇંગ્લિશ કલેક્ટીવ ઓફ પ્રોસ્ટીટ્યુટ નામની સંસ્થા દ્વારા અહેવાલ જારી કરાયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પોતાના ખર્ચને કાબૂમાં લેવા માટે બ્રિટનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સેક્સ વર્કર તરીકેની ભૂમિકામાં નજરે પડી રહી છે.