મુંબઇ : કેન્દ્ર સરકાર અને રીઝર્વ બેંકની વચ્ચે હાલમાં જુદા જુદા મુદ્દાને લઇને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ગવર્નર ઉર્જિત પટેલે ગયા સપ્તાહમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. આ બેઠકને લઇને ખુબ મોડેથી અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા છે. વાતચીતની વિગત પહેલા ગુપ્ત રાખવામાં આવી હતી. ઉર્જિત પટેલ અને મોદી વચ્ચેની બેઠકનો હેતુ મતભેદોને દુર કરવા માટેનો રહેલો છે. મતભેદોને દુર કરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ ઉર્જિત પટેલ ગયા શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. ઉર્જિત પટેલે પીએમઓના કેટલાક સિનિયર અધિકારીઓની સાથે પણ બેઠક યોજી હતી.
કેટલાક લોકોનુ એમ પણ કહેવુ છે કે આ મુલાકાતમાં વડાપ્રધાન મોદીની સાથે બેઠક પર સામેલ હતી. આરબીઆઇ તરફથી રાખવામાં આવતા કેશ રિઝર્વને લઇને નાણાં મંત્રાલય અને કેન્દ્રિય બેંક વચ્ચે ખેંચતાણ ઉભી થઇ હતી. મતભેદોને દુર કરવા માટે આ બેઠક ઉપયોગી રહી હતી. એમ કહેવામાં આવી રહ્યુ હતુ કે નાણાં મંત્રાલય આગામી વર્ષે યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં લઇને કેન્દ્રિય બેંક પાસેથી વધારે પ્રમાણમાં કેશ માર્કેટમાં ફ્લો કરવા માટે સુચન કરવામાં આવી રહ્યુ હતુ. જેને લઇને ગવર્નરે ખુશી વ્યક્ત કરી ન હતી. આની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
સુત્રોના કહેવા મુજબ આરબીઆઇ દ્વારા આ બાબતના સંકેત આપવામાં આવ્યા છે કે તે લઘુ અને મધ્યમ ઉદ્યોગને સપોર્ટ કરવા માટે વધારે કેશ જારી કરી શકે છે. જા કે હજુ આ બાબત સ્પષ્ટ નથી કે નોન બેકિંગ ફાયનાન્સ કંપનીઓની મદદ કરવા માટે કોઇ કરાર કરવામાં આવ્યા છે કે કેમ. આરબીઆઇ અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદો આ કારણસર પણ વધ્યા હતા કે નાણા મંત્રાલય દ્વારા કેન્દ્રિય બેંકની સામે સેક્શન સાતના ઉપયોગની વાત કરવામાં આવી હતી. રિઝર્વ બેંકના ઇતિહાસમાં સેક્શન સાતનો ઉપયોગ પહેલી વખત કરવામાં આવ્યો છે. હાલમાં ખેંચતાણનો દોર ચાલી રહ્યો હતો. હવે આનો અંત આવી શકે છે.