હદ કરી નાંખી ઉર્ફીએ તો દરિયાના છીપલામાંથી બનાવેલી બિકીની પહેરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ પોતાના ફેન્સને અવનવા અવતારમાં પોતાના દર્શન કરાવતી રહે છે. ફેશન ક્વિન ઉર્ફી જાવેદનો નવો અવતાર સામે આવ્યો છે, જેમાં એક્ટ્રેસ એકદમ અતરંગી લૂકમાં દરિયાના છીપલામાંથી બનાવેલી બિકીની અને ટૉપમાં દેખાઇ રહી છે. ઉર્ફીના આ બૉલ્ડ લૂક પાછળ હજારો ફેન્સ દિવાના થયા છે. 

ઉર્ફીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા લૂકની તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેલ કમાલની દેખાઇ રહી છે. એક્ટ્રેસે દરિયા કિનારે મળી આવનારા દરિયાઇ છીપલામાંથી બિકીની ટૉપ બનાવ્યો છે, અને આ બિકીની ટૉપ પહેરીને તેને ફોટોશૂટ કરાવ્યુ છે. સાથે જ એક્ટ્રેસે સી-થ્રૂ ફેબ્રિક પર રેપ કરીને પોતાનો બૉટમ ક્રિએટ કર્યો છે. 

લૂકની સૌથી ક્રિએટિવ વાત તો એ છે કે તેને દરિયાના છીપલામાંથી બનેલી પોતાની બિકીની ટૉપને બીચ પર જ પહેરીને ફ્લૉન્ટ કરી છે. આ લૂકની સાથે ઉર્ફીએ મીડલ પોર્ટેડ હેયરને સ્ટાલિશ પિન્સની સાથે ખાસ ટચ આપ્યો છે. ન્યૂડ મેકઅપમાં ઉર્ફી સુપર સિઝલિંગ લાગી રહી છે.  ઉર્ફી પોતાના વીડિયોમાં કિલર પૉઝની સાથે ડેડલી એક્સપ્રેશન્સ પણ આપી રહી છે. ઉર્ફીનો બૉલ્ડ લૂક અને તેની અદાઓ ફેન્સને ક્રેઝી કરી રહી છે.

Share This Article