બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનો રિયાલિટી શો ‘લોકઅપ’માં જોવા મળેલી સોશિયલ મીડિયા સેન્સેશન અંજલી અરોરા છેલ્લા કેટલાય સમયથી પોતાના એમ.એમ.એસ લીકના કારણે ચર્ચામાં છે. તેના કારણે અંજલિને ઘણી ટિકાઓનો સામનો કરવો પડ્યો. જો કે, તેણે સ્પષ્ટ કર્યું છે કે, લીક થયેલા એમ.એમ.એસમાં તે નથી. તેમ છતાં તેને ટાર્ગેટ કરવામાં આવે છે. તેના એમ.એમ.એસ લીક વિવાદ પર હવે ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે રિએક્શન આપ્યું છે. ‘મેરી દુર્ગા’ અને ‘બિગ બોસ ઓટીટી’ જેવા ટીવી શોમાં કામ કરી ચૂકેલી ઉર્ફી જાવેદ પોતાની અનોખી સ્ટાઈલ માટે જાણીતી છે. તેની અનોખી ડ્રેસિંગ સેન્સ હંમેશાં ચર્ચામાં રહે છે. તે સિવાયતે પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે અંજલિ અરોરાના એમ.એમ.એસ લીક વિવાદ પર મૌન તોડ્યું છે.
એક રીપોર્ટ અનુસાર, ઉર્ફી જાવેદે અંજલિ અરોરાના એમ.એમ.એસ લીક પર કહ્યું, ભલે તે હોય અને તે નથી ઈચ્છતી કે વીડિયો બહાર હોય. જો આ લીક થઈ જાય છે તો તે અત્યારે વિક્ટિમ છે. તમે લોકો તેને કેમ નથી સમજતા? ભલે તેને આવું કર્યું હોય અથવા કોઈ છોકરીએ જાતે રેકોર્ડ કર્યું હોય, પરંતુ આ વીડિયો લીક થઈ જાય છે તો પણ તે વિક્ટિમ છે. તેણે પોતાના માટે વીડિયો રેકોર્ડ કર્યો. તે નથી ઈચ્છતી કે દુનિયા તેને જુએ. ઉર્ફી જાવેદે વધુમાં કહ્યું, જો કોઈ તેને લીક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો તે વિક્ટિમ છે. ભારતમાં હજી પણ વિક્ટિમને જ દોષી માનવામાં આવે છે. જો કોઈ છોકરીની સાથે બળાત્કાર થાય છે તો લોકો તેને કપડાની પસંદગી માટે દોષિત ઠેરવે છે. લોકો છોકરીઓને ખોટી રીતે જુએ છે. ભારતમાં છોકરીઓને દોષ આપવામાં આવે છે, તેમને ચુડેલ કહેવામાં આવે છે. જો કોઈ છોકરી કંઈક કરે છે તો લોકો તેના પર આંગળી ઉઠાવે છે.