હંમેશા ચર્ચામાં રહેતો રિયાલિટી શો ‘દ ટ્રેટર્સ’ હવે પૂર્ણ થયો છે અને ફિનાલેમાં ઉર્ફી જાવેદે પોતાની શાનદાર રમતથી સૌનું દિલ જીતી ટ્રોફી પોતાના નામે કરી છે. જીત પછી ઉર્ફીએ સોશિયલ મીડિયામાં પોતાના બિગ બોસથી લઈને દ ટ્રેટર્સ સુધીની સફર યાદ કરી. તેણે એક ખાસ વીડિયો શેર કર્યો જેમાં કરણ જોહર પહેલા બિગ બોસમાં તેના નામ જાહેરાત કરે છે અને હવે દ ટ્રેટર્સની વિજેતા જાહેર થઈ છે.
વિડિયો શેર કરતાં ઉર્ફીએ લખ્યું, “બિગ બોસ પછી દ ટ્રેટર્સ જીતવું 🏆… આ સફર સહેલી નહોતી. ઘણી વખત રડી, ઘણી વખત લાગ્યું હવે નહિ થાય, પણ ક્યારેય થંભવાનું શીખી નહી. લોકો શું કહેશે એ ક્યારેય વિચાર્યું નહીં. કદાચ યૂનિવર્સને ખબર હતી કે મારા માટે આ જીત કેટલી જરૂરી હતી.”
ઉર્ફીએ આગળ લખ્યુ, “બિગ બોસ પછી લાગ્યું હવે કંઈ સારું નહિ થાય. ત્યારે ઉધાર લઈને કપડાં લીધા હતા. ખબર ન હતી કે એ ઉધાર ક્યારે ચૂકવશે. પણ મેં પોતાનાં પર ભરોસો રાખ્યો. લોકો હંમેશા શંકા કરતા રહ્યાં, આજે પણ કરે છે, પણ એથી મને ક્યારેય ફરક પડ્યો નહીં. નફરત ક્યારેય રોકી શકી નહીં અને આગળ પણ નહિ રોકી શકે. મેં ત્રણ ટ્રેટર્સને બહાર કર્યું, આ ફક્ત નસીબ નહોતું, આ મારી સ્ટ્રેટેજી હતી. છેલ્લી ઘડી સુધી અડગ રહી.”
દ ટ્રેટર્સમાં ઉર્ફી જાવેદે પોતાની બિન્દાસ શૈલી અને આત્મવિશ્વાસથી સૌનું દિલ જીતી લીધું. તેણે આ રમત પોતાની રીતે રમી અને પોતાની મહેનતથી જીત મેળવી.જો તમે પણ આ શો જોવો માંગતા હોવ તો અમેઝોન પ્રાઈમ વિડિઓ પર દ ટ્રેટર્સ સીઝન 1 જોઈ શકો છો.