અમદાવાદ : અંડવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં બુરખો પહેરીને પ્રવેશ કરી રહેલા વાલીને રોકવામાં આવતા વિવાદ સર્જાયો છે. લીટલબર્ડ સ્કૂલમાં બે વર્ષથી બાળક ભણી રહ્યો છે પરંતુ પહેલીવાર વાલીએ બુરખો પહેરીને પેરેન્ટ્સ-ટીચર મિટિંગમાં હાજર રહેવાનો પ્રયાસ કર્યો હતો. સ્કુલના સિક્યોરિટી ગાર્ડે, બુરખો હટાવીને ચહેરો બતાવવા અન્યથા શાળામાં પ્રવેશ નહીં આપવામાં આવે તેમ કહેતા સમગ્ર મામલે વિવાદ સર્જાયો હતો. વાલીનું કહેવું છે કે, મહિલા સિક્યોરિટી બુરખો હટાવીને ચહેરો બતાવવાનું કહે તે સ્વાભાવિક છે. આ વિવાદના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ ઈસનપુરની લીટલબર્ડ સ્કૂલને નોટીસ ફટકારવામાં આવી છે.
કેનેડામાં ભણવા જવાનો શોખ હોય તો વાંચી લો સમાચાર, ધંધે લાગી જશો
કેનેડાના ઇમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા વિભાગે માર્ચ અને એપ્રિલ 2024ના જારી કરેલા આંકડા મુજબ લગભગ 50 હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નો-શો...
Read more