એક નાનકડી ભૂલ અને બેંક અકાઉન્ટ થઈ જશે ખાલી, UPIનો ઉપોયગ કરતા હોય તો આટલી વાતનું ખાસ ધ્યાન રાખો

Rudra
By Rudra 3 Min Read

આજના સમયમાં UPI પેમેન્ટ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ચૂક્યું છે. ચાની દુકાન, શાકભાજી માર્કેટ, ઓટો, ટેક્સીથી લઈને નાનામાં નાની વસ્તુની ખરીદી અને મિત્રોને પૈસા મોકલવા સુધી તમામ માત્ર એખ ચપટી વગાડતા જ થઈ જાય છે. પરંતુ જેટલી ઝડપથી UPIનો ઉપયોગ વધી રહ્યો છે. એટલા જ ઝડપથી ડિઝિટલ ફ્રોડના કેસ પણ સામે આવી રહ્યાં છે.

નાનકડી બેદરકારી તમારા બેંક અકાઉન્ટને ખાલી કરી શકે છે. તેથી જો તમે પણ UPI પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરો છો, તો આ જરૂરી સેફ્ટી ટીપ્સને ક્યારેય અવગણશો નહીં.

તમારો UPI PIN ક્યારેય કોઈને કહેવો નહીં

  • UPI PIN સંપૂર્ણપણે તમારી ખાનગી માહિતી છે. કોઈ પણ પરિસ્થિતિમાં તેને કોઈ સાથે શેર ન કરો.
  • ધ્યાન રાખો કે બેંક કર્મચારી, દુકાનદાર, કસ્ટમર કેર કે કોઈપણ અધિકારી ક્યારેય પણ તમારાથી UPI PIN માંગતા નથી. જો કોઈ કોલ, મેસેજ અથવા ચેટ દ્વારા PIN માંગે, તો સમજી લો કે તે ફ્રોડ છે. PIN હંમેશા તમે જાતે દાખલ કરો અને આ દરમિયાન સ્ક્રીન પર કોઈ બીજાની નજર ન પડે તેની ખાસ કાળજી રાખો.

ફોન અને UPI એપ હંમેશા લોક રાખો

  • UPI એપમાં ઉપલબ્ધ PIN, ફિંગરપ્રિન્ટ અથવા ફેસ લોક ફીચર જરૂરથી એક્ટિવ રાખો.
  • જો તમારો ફોન ખોવાઈ જાય અથવા કોઈ બીજાના હાથમાં પડી જાય, તો તે વધારાની સુરક્ષા તરીકે કામ કરશે.
  • ફોનને ક્યારેય પણ અનલોક છોડી ન રાખો, ભલે થોડા મિનિટ માટે જ કેમ ન હોય.

એક જ UPI એપનો ઉપયોગ કરો

  • એક જ બેંક અકાઉન્ટ માટે અનેક UPI એપ્સનો ઉપયોગ કરવાથી ગૂંચવણ વધે છે. તેનાથી ખોટા ટ્રાન્ઝેક્શન મંજૂર થવાનો ખતરો રહે છે અને પેમેન્ટ ટ્રેક કરવું પણ મુશ્કેલ બની જાય છે.
  • સારો વિકલ્પ એ છે કે એક વિશ્વસનીય UPI એપ પસંદ કરો અને તેનો જ ઉપયોગ કરો.

અજાણી લિંક પર ક્લિક કરવાથી બચો

  • UPI ફ્રોડ ઘણી વખત ખોટા SMS, WhatsApp મેસેજ અથવા ઈમેઇલથી શરૂ થાય છે.
  • આમાં કેશબેક, રિફંડ, ઇનામ અથવા અકાઉન્ટ બ્લોક થવાની વાતો લખેલી હોય છે. આવી કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો. આ ફેક વેબસાઇટ્સ હોય છે, જેનો હેતુ તમારી બેંક વિગતો ચોરી લેવાનો હોય છે. શંકાસ્પદ મેસેજને તરત ડિલીટ કરી દો.

પેમેન્ટ રિક્વેસ્ટ હંમેશા ધ્યાનથી ચેક કરો

  • UPI પર આવતી દરેક પેમેન્ટ રિક્વેસ્ટને મંજૂરી આપતા પહેલાં ધ્યાનથી તપાસો—
  • મોકલનારનું નામ અને રકમ (Amount). ઘણી વખત સ્કેમર્સ ભૂલથી મંજૂરી મળી જશે એવી આશામાં રેન્ડમ રિક્વેસ્ટ મોકલતા હોય છે.

ટ્રાન્ઝેક્શન એલર્ટ પર નજર રાખો

  • દરેક UPI ટ્રાન્ઝેક્શન પર બેંક SMS અથવા એપ નોટિફિકેશન મોકલે છે. તેને અવગણશો નહીં.
  • જો કોઈ એવું ટ્રાન્ઝેક્શન દેખાય જે તમે કર્યું ન હોય, તો તરત જ બેંક અથવા UPI એપ દ્વારા ફરિયાદ નોંધાવો.

UPI એક સુવિધાજનક અને ઝડપી પેમેન્ટ સિસ્ટમ છે, પરંતુ સુરક્ષિત ત્યારે જ છે જ્યારે તમે સાવધાન રહો.
થોડી જાગૃતતા અને સાચી આદતો અપનાવીને તમે તમારા પૈસાને ડિજિટલ ફ્રોડથી સુરક્ષિત રાખી શકો છો.

 

Share This Article