નવીદિલ્હી: દેશના જુદા જુદા રાજ્યોમાં બેરોજગારીનું નિરાશાજનક ચિત્ર રહેલું છે. નોકરીની જરૂરિયાત ઉત્તરપ્રદેશમાં કેટલા હદ સુધી ઉપર પહોંચ્યું છે તેના આંકડા ખુબ જ નિરાશાજનક રહેલા છે. ઉત્તરપ્રદેશમાં જુદી જુદી સરકારોએ વિતેલા વર્ષોમાં પ્રયાસો ગંભીરતાપૂર્વક ન કરતા હાલત એ બની છે કે, રેડિયો હેડક્વાર્ટરસમાં મેસેન્જર પ્યુન અથવા તો મેસેન્જર પટાવાળાની નોકરી માટે ૫૪૨૩૦ ગ્રેજ્યુએટ, ૨૮૦૫૦ પોસ્ટ ગ્રેજ્યુએટ, ૩૭૪૦ જેટલા પીએચડી એમફિલ કરેલા લોકો અને ધોરણ ૫માંથી લઇને ૧૨માં સુધીના ૭૪૮૦ ઉમેદવારો દ્વાર અપીલ કરવમાં આવી છે. યુપીમાં મેસેન્જરની નોકરી માટે ૩૭૦૦ પીએચડી હોલ્ડરો દ્વારા અપીલ કરવામાં આવી છે. અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અરજીઓમાં એમબીએ અને બીટેકનો સમાવેશ થાય છે.
૯૩૦૦૦ અરજીઓ પૈકી માત્ર ૭૪૦૦ એવી અરજી છે જેમાં દાવેદારો પાંચમાથી લઇને ૧૨માં સુધી ભણેલા છે. ઉત્તરપ્રદેશ પોલીસના ટેલિકોમ વિંગમાં ઉમેદવારી માટે લઘુત્તમ લાયકાત ધોરણ પાંચ રહેલી છે. આના માટે ૩૭૦૦ જેટલા પીએચડી હોલ્ડરો દ્વારા પણ અરજી કરવામાં આવી છે. ૧૨ વર્ષના ગાળા બાદ પ્યુન-મેસેન્જરની ૬૨ જગ્યાઓ ખાલી પડી છે. આ નોકરી એક પોસ્ટમેન જેવી છે જેમાં વ્યક્તિને પોલીસ ટેલિકોમ વિભાગના પત્રો અથવા તો મેસેજાનો એક ઓફિસથી બીજી ઓફિસમાં મોકલવાના હોય છે. પરંપરાગતરીતે આ નોકરી માટે પસંદગી પોતાની સ્વૈચ્છાથી જ મેળવવાની હોય છે.
આ અરજીમાં અરજીદારને સાયકલ ચલાવતા આવડે તે પ્રાથમિકતા રહે છે પરંતુ હવે ઓવર ક્વોલિફાઇડ અરજીદારો દ્વારા અરજી કરવામાં આવી રહી છે. આ લોકો પસંદગી ટેસ્ટ આપી રહ્યા છે. ડિપાર્ટમેન્ટમાં રહેલા અધિકારીઓના કહેવા મુજબ ૧૬મી ઓગસ્ટના દિવસે અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. આ ગાળા સુધી ૬૨ પોસ્ટ માટે ૯૩૫૦૦ જેટલી અરજીઓ કરવામાં આવી હતી. આના માટે અરજી કરવાનું મુખ્ય કારણ માર્કેટમાં નોકરીને લઇને ઉભી થયેલી સ્થિતિ છે. આ નોકરીમાં પગાર શરૂઆતમાં ૨૦૦૦૦ રૂપિયાનો છે. પરીક્ષા પણ મહત્વપૂર્ણ રહે છે. પારદર્શકતા અને વાજબી પસંદગી ઉપર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.