નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં જુદા જુદા પ્રકારના રંગ જોવા મળી રહ્યા છે. દેશમાં ઉત્તરપ્રદેશ કદાચ પ્રથમ રાજ્ય છે જ્યાં જુદા જુદા રાજકીય રંગ જોવા મળી રહ્યા છે. અીં એક બે નહીં પરંતુ છ છ પૂર્વ મુખ્યપ્રધાનો ચૂંટણી મેદાનમાં છે. બે પૂર્વ મુખ્યપ્રધાનો તો એવા છે જેમની પ્રતિષ્ઠાની સાથે સાથે રાજકીય ભાવિ પણ દાવ પર છે. કારણ કે આ બંને પોત પોતાની રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. વર્તમાન અને પૂર્વ મુખ્યપ્રધાન પોતાની અને પોતાની પાર્ટીની પ્રતિષ્ઠા બચાવવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે આ ચૂંટણી ખુબ મહત્વપૂર્ણ છે.
માયાવતીને તેમની પ્રતિષ્ઠા બચાવવા માટે મેદાનમાં ઉતરવાની જરૂર છે. પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવની સામે પાર્ટીની લાજ રાખવાની જવાબદારી છે. સમાજવાદી પાર્ટી અને બુજન સમાજવાદી પાર્ટી આ વખતે ભાજપની વધતી તાકાતના કારણે હેરાન પરેશાન છે. જેથી બંને પાર્ટી ગઠબંધન કરીને સાથે મળીને ભારતીય જનતા પાર્ટી સામે મેદાનમાં છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ આજમગઢમાંથી પોતે ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાર્ટી બસપ અને અજિત સિંહની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહી છે. સમાજવાદી પાર્ટીને તેમની સ્થિતી વધારે મજબુત કરવાનો પણ પડકાર છે.
મુલાયમ સિંહ યાદવ એમ તો સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં સામેલ છે પરંતુ તેમની સામે પોતાના પુત્ર અને પાર્ટીની પ્રતિષ્ઠા બચાવવા માટેના પડકારોનો સામનો કરવો પડશે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ લખનાંમાથી ચૂંટણી મેદાનમાં છે. વિપક્ષી દળો માટે રાજનાથ લખનૌમાં પડકારરૂપ છે. રાજનાથ સિંહ પોતાની સીટમાં ફસાયેલા રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન કરીને ઉત્તરપ્રદેશમાં ચૂટણી લડી રહેલા માયાવતી માટે આ ચૂંટણી નિર્ણાયક બનનાર છે. માયાવતી પોતે ચૂંટણી લડી રહ્યા નથી. માયાવતીની પાર્ટી છેલ્લી ચૂંટણીમાં એક પણ સીટ જીતી શકી ન હતી. ઉત્તરપ્રદેશના એક દિવસના મુખ્યપ્રધાન તરીકે લોકપ્રિય કોંગ્રેસના પૂર્વ નેતા અને હવે ભાજપમાં સામેલ રહેલા જગદમ્બિકા પાલ એ વખત ફરી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી ચૂંટણીમાં તેઓ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. અહીંથી જ તેઓ સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. કલ્યાણ સિંહ તો વડાપ્રધાનને ફરી વડાપ્રધાન બનાવવાની વાત કરીને મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કલ્યાણ સિંહ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.
મુખ્યપ્રધાન યોદી આદિત્યનાથ આ વખતે ચૂંટણી મેદાનમાં નથી. પરંતુ તેમની સામે પાર્ટીને જીતાડવા માટે કેટલાક પડકારો રહેલા છે. યોગી સતત ગોરખપુરમાંથી જીતતા રહ્યા છે. મુખ્યપ્રધાન બન્યા બાદ તેઓએ ગોરખપુર સીટ છોડી દીધી હતી. જા કે ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ઉમેદવારે અહીં જીત મેળવી હતી. ગોરખપુરની સીટ બચાવવાની જવાબદારી તેમની રહેલી છે. તેમની સામે છેલ્લી ચૂંટણી કરતા વધારે સારો દેખાવ કરીને ભારતીય જનતા પાર્ટી ૭૪ કરતા વધારે સીટ જીતે તે પડકારો રહેલા છે. યોગી દ્વારા હાલમાં ઝંઝાવતી ચૂંટણી કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા છે. સાથે સાથે લોકસંપર્ક કાર્યક્રમમા પણ તેઓ સામેલ રહ્યા છે. આવી સ્થિતીમાં આગામી દિવસો તેમના માટે પણ પડકારો રહેલા છે.