રામાયણ કાળમાં પણ હતો ટેસ્ટ ટ્યુબ બેબી કોન્સેપ્ટ:યુપીના ડે. સીએમ દિનેશ શર્મા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નેતા પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેતા હોય છે. આવી જ રીતે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માનું નિવેદન પણ ચર્ચામાં આવી ગયું છે. મહાભારત કાળમાં હિંદી પત્રકારત્વ દિવસ પર એક કાર્યક્રમમાં ડે.સીએમ દેનેશ શર્માએ સીતા માતાના જન્મની સરખામણી ટેસ્ટ ટ્યુબ બેબીની અવધારણા સાથે કરી દીધી છે. તેમણે કહ્યું કે લોકો કહે છે સીતાજીનો જન્મ ધરતીમાંથી નીકળેલા ઘડામાંથી થયો હતો, તેનો અર્થ એ છે કે રામાયણ કાળમાં પણ ટેસ્ટ ટ્યૂબ બેબીની અવધારણા જરૂરથી રહેલી હશે.

જણાવી દઇએ કે દિનેશ શર્માએ પૌરાણિક પાત્રો સંજય અને નારદને વર્તમાન સમયમાં સીધા પ્રસારણ અને પત્રકાર સાથેની સંભાવનાને જોડી હતી.

Share This Article