લોકસભાની ચૂંટણી આડે હવે વધારે સમય રહ્યો નથી ત્યારે ભારતય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ઉત્તરપ્રદેશમાં તમામ રાજકીય પક્ષોનો સફાયો કરી દેનાર ભારતીય જનતા પાર્ટી સામે આ વખતે સૌથી વધારે પડકાર છે. કારણ કે એક સમયના બે સૌથી મોટા દુશ્મન અને હરિફ પક્ષો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી હવે એક સાથે આવીને ભાજપ સામે ટક્કર લેવા નિર્ણય કરી ચુક્યા છે. જેનો સીધો લાભ તેમને મળનાર છે. હજુ સુધીના સર્વેમાં પણ તમામ બાબતો ઉભરીને સપાટી પર આવી રહી છે. તમામ સર્વે અને પોલ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં આ વખતે એવી સફળતા મળશે નહી જેટલ ૨૦૧૪માં મળી હતી. તેની સીટો ઘટીને અડધી થઇ શકે છે.
બીજી બાજુ સમાજવાદી પાર્ટી અને માયાવતીની સીટોમાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં તમામ તાકાત ભાજપના પ્રમુખ અમિત શાહે લગાવી દીધી છે. અમિત શાહ કડકડતી ઠંડીમાં પણ પાર્ટીના કાર્યકરોને ઉત્સાહ સાથે જીતના મંત્ર સતત આપી રહ્યા છે. ઠંડીમાં અમિત શાહ પરસેવો વહાવી રહ્યા છે. અમિત શાહ ઓછામાં ઓછી ૭૫ સીટ માટે જોરદાર મહેનત કરી રહ્યા છે. તેઓ દિન રાત એક કરી ચુક્યા છે. ભાજપે ઉત્તરપ્રદેશને છ ભાગોમાં વિભાજિત કરીને તેની રણનિતી તૈયાર કરી છે. હજુ સુધી ચાર ક્ષેત્રોમાં બુથ સંમેલન યોજાઇ ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ સંમેલનમાં પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો, મોરચાના અધ્યક્ષો, ક્ષેત્રીય અધ્યક્ષો અને સંગઠન મંત્રીની સાથે સતત વાતચીત કરી છે. મોરચાના પ્રભારીઓને પણ સતત બોલાવવામાં આવી રહ્યા છે. પાર્ટીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ૨૫મી ડિસેમ્બરના દિવસે સુશાસન દિવસની ઉજવણી કરી હતી.
તેમને બુથ સ્તર પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આવી રીતે પાર્ટીએ પોતાના કાર્યકરોને ઘરે ઘરે જવા માટે સુચના આપી દીધી છે. તમામ ૧૮ કમીશનરી ઓફિસ પર કાર્યક્રમો થઇ રહ્યા છે. સહકારિતા, શિક્ષણ, વિધી અને વેપારી કાર્યક્રમ થઇ રહ્યા છે. બાઇક રેલીની સાથે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે કમલ વિકાસ જ્યોતિ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે. પાર્ટીની યોજના ૬૨ હજારથી વધારે ગામોમાં પદયાત્રા કરીને ૬૧૨૯ ગામોમાં ચોપાલ લગાવવામાં આવનાર છે. કેન્દ્ર અને રાજયન જનકલ્યાણ યોજનાના સંબંધમાં પૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. કલ્યાણકારી યોજનાના પત્ર ૧.૨૫ કરોડ ઘર સુધી પહોંચાડી દેવાની તેમન યોજના છે. લોકસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી તમામ તાકાત લગાવી રહી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ પોતાના સ્તર પર જારદાર મહેનત કરવામાં લાગેલા છે. તેમની તમામ તાકાત પણ ઉત્તરપ્રદેશમાં રહેશે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સ્મૃતિ ઇરાની અને અન્ય સ્ટાર પ્રચારકો પ્રચારને લઇને આક્રમક દેખાઇ રહ્યા છે. ચૂંટણીને લઇને કોંગ્રેસ, બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજ વાદી પાર્ટી તમામ તૈયારીમાં લાગેલા છે. જો કે ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે આક્રમક ચૂંટણી તૈયારીમાં છે. સર્વેમાં તેમની સીટ ઘટવાની વાત કરવામાં આવ્યા બાદ પાર્ટીએ હવે તમામ તાકાત કેન્દ્રિત કરી દીધી છે. જમીની સ્તર પર તમામ પાર્ટી ભાજપ કરતા ખુબ પાછળ છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યાં બુથ અધ્યક્ષ સંમેલનો મારફતે તમામ કાર્યકરોને ચૂંટણી મોડમાં મુકી દીધા છે. કોંગ્રેસ પાર્ટીની હજુ તૈયારી શરૂ થઇ રહી નથી. સમાજવાદી પાર્ટી અને બસપના કાર્યકરો સીટની વહેચણીને લઇને રાહ જાઇ રહ્યા છે. આવી સ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો દેખાઇ રહ્યો છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા વાઢેરાની એન્ટ્રી થઇ ગયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં રાજકીય ગતિવિધી વધી ગઇ છે. પ્રિયંકા ૧૧મી ફેબ્રુઆરીના દિવસે રાહુલ અને જ્યોતિરાદિત્યની સાથે ઉત્તરપ્રદેશમાં પહોંચી ગયા છે.
રાજકીય પાર્ટીઓના નેતા કહે છે કે પોત પોતાની તૈયારી હાથ ધરવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાન્ડે કહી ચુક્યા છે કે અમે મોટી જવાબદારી ધરાનાર પાર્ટીના નેતા તરીકે છીએ. અમે દરેક પરિસ્થિતી અને દરેક પાર્ટીને પડકાર તરીકે ગણીએ છીએ. તમામ ગઠબંધન ભારતીય જનતા પાર્ટી સામે ફ્લોપ થનાર છે. દેશના લોકો હવે ગુજરાલ અને દેવગોડા જેવી સરકાર જોવા માટે ઇચ્છુક નથી. કોંગ્રેસના લોકોનુ કહેવુ છે કે કોંગ્રેસ પાર્ટીમાં હવે નવી તાકાત ઉમેરી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. પ્રિયંકા ગાંધી વાઢેરા મેદાનમાં ઉતરી જવાથી સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થનાર છે. અન્ય પાર્ટીઓ પણ આવા જ અભિપ્રાય ધરાવે છે.