મરચાની આવકથી ઉભરાયું ગોંડલ માર્ગેક યાર્ડ, 200 વાહનોની લાઈન લાગી

Rudra
By Rudra 1 Min Read

સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની અભૂતપૂર્વ આવકે નવો રેકોર્ડ સર્જ્યો છે. માત્ર એક જ દિવસમાં 80 હજાર ભારી મરચાની આવક નોંધાઈ છે. આ કારણે યાર્ડની બહાર 7થી 8 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેને લઇ ડિરેક્ટરે ખેડૂતોને કહ્યું કે, અમારે પાસે મરચું રાખવાની જગ્યા નથી. આજના મરચાનો હિસાબ કરતા જ બે મહિના થઇ જશે, બે મહિના મરચું તડકામાં ખુલ્લામાં પડ્યું રહેશે તો બગડી જશે માટે તમે પાછા જાવ.

સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં ગઈકાલે મરચાની આવક શરૂ કરી હતી, જેમાં એક જ દિવસમાં 70થી 80 હજાર ભારી મરચાની આવક જોવા મળી હતી. જેને કારણે યાર્ડ બહાર 7થી 8 કિલોમીટર મરચા ભરેલા વાહનની કતારો જોવા મળી હતી. ગોંડલ યાર્ડમાં બે દિવસ પહેલાં 2 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી. જેને લઇને હાલ માર્કેટયાર્ડ પાસે મરચું ઉતારવાની જગ્યા નથી. હજુ ગોંડલ માર્કેટિંગયાર્ડની બહાર 200 જેટલા વાહન લાઈનમાં ઊભા છે. યાર્ડના સત્તાધીશોએ મરચા પાછા લઈ જવા ખેડૂતોને વિનંતી કરી છે. મરચાના હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1000થી લઈને 2500 સુધીના જોવા મળ્યા હતા. માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થતાં હાલ મરચાની આવક બંધ કરવામાં આવી છે.

Share This Article