ઉન્નાવ : ઉન્નાવ ગેંગરેપની ગુંજ આજે દેશભરમાં જોવા મળી હતી. લોકસભા અને રાજ્યસભામાં પણ આ મામલો ઉઠ્યો હતો. રાજ્યસભામાં સમાજવાદીના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું હતું કે, અલ્હાબાદ કોર્ટમાં કેસની સુનાવણી આજથી થનાર હતી. કમનસીબ બાબત છે કે, જા સુરક્ષા મળેલી હતી તે રજા ઉપર હતા. જે ટ્રકે ટક્કર મારી હતી તેની આગળ અને પાછળની નંબર પ્લેટ ઉપર ગ્રીવ્સ લાગેલા હતા. સપાના સાંસદે કહ્યું હતું કે, આ મામલામાં રેપ પીડિતાના પિતા જ્યારે કેસ દાખલ કરાવવા ગયા હતા ત્યારે તેમની ધોલાઈ કરવામાં આવી હતી અને તેમાં તેમનું મોત થયું હતું.
ત્યારબાદ યુવતીને મુખ્યમંત્રીના આવાસ ઉપર જવાની ફરજ પડી હતી. મુખ્યમંત્રીના આવાસ ઉપર જ્યારે આપઘાતનો પ્રયાસ કર્યો ત્યારે સરકારને મામલાની તપાસના આદેશની ફરજ પડી હતી. સપાના નેતા અને બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે, આ કોઇ અકસ્માત નહીં બલ્કે કાવતરા તરીકે છે. અસાસુદ્દીન ઓવૈસીએ સમગ્ર મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આના ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, ભારતીય મહિલાઓ માટે એક નવા સ્પેશિયલ એજ્યુકેશન બુલેટિનની શરૂઆત થઇ છે. ભાજપના ધારાસભ્ય પર રેપ કરવાના આરોપ છે તો પ્રશ્ન કરી શકાય નહીં.
આરજેડીના રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે અને કહ્યું છે કે જે રીતે ઘટનાઓ બની છે તેમાં પુરાવા ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. પીડિતાના મનોબળને તોડી પાડવાના પ્રયાસ થઇ રહ્યા છે. મુખ્ય આરોપીની સામે મોટા નેતાઓ ઝુકી રહ્યા છે. વડાપ્રધાન બેટી બચાવો, બેટી પઢાવો સ્લોગન આપી ચુક્યા છે જેમાં પોસ્ટર બોય તરીકે સેંગર જેવા લોકો છે. રાજ્યસભાના સાંસદ કેટીએસ તુલસીએ કેસને ઉત્તરપ્રદેશની બહાર લઇ જવાની માંગ કરી છે. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ આની નોંધ લેવામાં આવી છે.