અમદાવાદ : યુનિયન મ્યુચ્યુઅલ ફંડે બે ન્યુ ફંડ ઓફર્સ (એનએફઓ) – યુનિયન ગોલ્ડ ઇટીએફ અને યુનિયન ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ (એફઓએફ) લોંચ કર્યાંની જાહેરાત કરી છે, જે રોકાણકારોને સુવ્યવસ્થિત અને અનુકૂળ રીતે તેમના પોર્ટફોલિયોમાં ગોલ્ડ એક્સપોઝર ઉમેરવાની તક આપે છે.
આ બંન્ને એનએફઓ 10 ફેબ્રુઆરી, 2025ના રોજ ખૂલ્યાં છે. યુનિયન ગોલ્ડ ઇટીએફ 17 ફેબ્રુઆરી, 2025ના રોજ બંધ થશે, જ્યારેકે યુનિયન ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ 24 ફેબ્રુઆરી, 2025ના રોજ બંધ થશે. યુનિયન ગોલ્ડ ઇટીએફ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે ઘરેલુ સોનાના ભાવને અનુસરે/ટ્રેક કરે છે. યુનિટ્સ ફાળવણીના પાંચ બિઝનેસ દિવસમાં બંન્ને સ્ટોક એક્સચેન્જીસ (એનએસઇ અને બીએસઇ) ઉપર લિસ્ટ થશે, જેનાથી રોકાણકારો બીજા સ્ટોકની જેમ તેનામાં ટ્રેડ કરી શકશે. એક્ઝિટ લોડ લાગુ નથી.
યુનિયન ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ (એફઓએફ) એક ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે, જે યુનિયન ગોલ્ડ ઇટીએફના યુનિટ્સમાં રોકાણ કરશે તથા ગોલ્ડમાં પરોક્ષ એક્સપોઝર ઓફર કરશે. આ સ્કીમમાં જો એક વર્ષમાં યુનિટ રીડિમ કરવામાં આવે તો 1 ટકા એક્ઝિટ લોડ છે. બંન્ને સ્કીમનું સંચાલન યુનિયન એએમસીના ફંડ મેનેજર વિનોદ માલવિયા દ્વારા કરવામાં આવશે. બંન્ને સ્કીમના બેંચમાર્ક ફિઝિકલ ગોલ્ડની ઘરેલુ કિંમત છે. રોકાણકારો એનએફઓ સમયગાળામાં લઘુત્તમ રૂ. 1,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકે છે.
માર્કેટ સંદર્ભ અને એસેટ ફાળવણીમાં ગોલ્ડની ભૂમિકા : આ એનએફઓની શરૂઆત એવા સમયે થઈ છે જ્યારે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ વૃદ્ધિ સામે પડકારો પેદા કરી રહ્યાં છે. ઐતિહાસિક રીતે સોનાએ પોર્ટફોલિયો વૈવિધ્યકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે કારણ કે તે બીજી એસેટ ક્લાસ સાથે ઓછો સહસંબંધ ધરાવે છે તેમજ ફુગાવા સામે રક્ષણ આપે છે. વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેંકો સોનાના નોંધપાત્ર ખરીદદારો રહી છે,જે તેની માંગ અને ભાવને વધુ ટેકો આપે છે.