કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે સાયબર જગતના અપરાધના નવા પડકારો પ્રત્યે સાવધાન રહેવા અને સાયબર સુરક્ષામાં સુધારો લાવવા ગંભીર પગલા ઉઠાવવા માટે જણાવ્યું છે. ગૃહ મંત્રાલયમાં એક સમીક્ષા બેઠકમાં તેમણે અનૈતિક ગતિવિધિયો માયે સોશિયલ મીડિયાનો દુરઉપયોગ કરવા પર ચિંતા વ્યક્ત કરી અને આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે કાનૂન લાગૂ કરનારી એજંસીયોની કાર્યક્ષમતા વધારવા માટે સૂચના આપી છે.
રાજનાથ સિંહે સંવેદનશીલ ક્ષેત્રોમાં પ્રસ્તાવોની ત્વરિત સુરક્ષા મંજૂરી માટે કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે ૪ વર્ષ પહેલા પ્રસ્તાવોની સ્વિકૃતિનો સરેરાશ સમયગાળો ૧૨૦ દિવસોની હતી, જે ઘટીને ૫૩ દિવસની થઇ ગઇ છે. તેમણે પ્રસ્તાવોની પ્રક્રિયા માટે પ્રશાશનિક મંત્રાલયોની સાથે સમન્વય કરી ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરતા મંજૂરી આપવાના સમયને હજુ ઓછો કરવાનો નિર્દેશ કર્યો છે. જેથી દક્ષતા અને મોનીટરીંગ વધશે.
બાળ યૌન ચિત્રણ અને અન્ય અશ્લીલ સામગ્રી ફેલાવવા માટે વધુ ઇંટરનેટના દુરઉપયોગ પર ચિંતા વ્યક્ત કરતા ગૃહ મંત્રીએ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવા માટે ઝડપથી ઓનલાઇન પોર્ટલ લોંચ કરવાનો નિર્દેશ કર્યો છે. આ દ્વારા પીડિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફરિયાદ નોંધાવી શકશે, જેની તપાસ તથા એવી સામગ્રીને હટાવવા માટે કાર્યવાહી સંબંધિત એજસીંયો દ્વારા કરવામાં આવશે.
સાયબર ક્રાઇમ વિરુદ્ધ વધુ સર્તકતા રાખવા અ ગૃહ મંત્રાલય અંતર્ગત આવનારા તમામ સંગઠનોને આઇટી મૂળભૂત ઢાંચાને નિયમિત સાયબર ઓડિટિંગ કરવા માટે રાજનાથ સિંહે જણાવ્યું.