દુષ્કર્મ બાદ યુવતીને ૩૦ માસનો ગર્ભ રહી જતાં ચકચાર
આણંદ :આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઉનેલી ગામે એક યુવકે ગામમાં રહેતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી એકાંત જગ્યાએ લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં દુષ્કર્મ આચરનાર યુવકના બે મિત્રોએ પણ યુવતીને બ્લેકમેલ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ આચરતા યુવતીને ૩૦ માસનો ગર્ભ રહેવા પામ્યો હતો. જેને લઇને ગામ ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે વીરસદ પોલીસે ત્રણેય યુવકો વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, બોરસદ તાલુકાના એક ગામમાં રહેતી એક ૨૧ વર્ષની યુવતીને ઉનેલી ગામમાં રહેતાં અર્જુન શનાભાઇ ઠાકોરે થોડાંક સમય પહેલાં લગ્ન કરવાની લાલચ આપીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. બાદમાં તક મળતા અર્જુન ઠાકોર યુવતીને એકાંત જગ્યાએ લઈ ગયો હતો અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અર્જુન શના ઠાકોર અનેકવાર યુવતીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકાંત જગ્યાએ લઈ જઈને અનેકવાર દુષ્કર્મમાં આચર્યું હતું. ત્યારબાદ અર્જુન ઠાકોરના મિત્ર અનિલ છગન ઠાકોર અને ઉમેશ ઉર્ફે ભયલુ પટેલે બંને રહે, ઉનેલી એ પણ યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને યુવતીને બળજબરીથી એકાંત જગ્યાએ લઈ જઈને અનેક વાર દુષ્કર્મ આચયુ હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણેય યુવકોએ દુષ્કર્મ આચરતા યુવતીને ૩૦ માસનો ગર્ભ રહી જવા પામ્યો હતો. આ બાબતની જાણ પરિવારજનોને થતાં તેઓએ વિરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અર્જુન શના ઠાકોર, અનિલ છગન ઠાકોર અને ઉમેશ ઉર્ફે ભયલુ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકોમાં ત્રણેવ યુવકોને ઝડપી પાડી તેઓની ઘરપકડ કરી હતી.
Shehra Taluka Women Drive Change: MLA Jetha Bhai Bharwad Distributes 20 E-Rickshaws
In Chaandangarh, located in Shahra Taluka, the Panchmahal District Bank has distributed e-rickshaws to women from various villages of Shehra...
Read more