સરકાર ભારતમાંથી આવજા કરવા માટે 27મી માર્ચ, 2022થી નિર્ધારિત વ્યાવસાયિક આંતરરાષ્ટ્રીય પ્રવાસી સેવાઓ શરૂ કરી રહી છે ત્યારે તમારી બકેટ લિસ્ટમાં આગામી વિદેશી સ્થળની મુલાકાત લેવાનું નિયોજન કરવા આ ઉત્તમ સમય નીવડી શકે છે.
તમે વેપાર માટે અથવા લીઝર ટ્રિપ માટે પ્રવાસનું નિયોજન કરતા હોય તો વ્યાપક પ્રવાસ વીમા પોલિસી તમને સુરક્ષિત રહેવામાં મદદરૂપ થાય છે અને વર્તમાન વાતાવરણમાં તે અચૂક લેવી જોઈએ. ખાસ કરીને આજે વધુ લોકો પ્રવાસ વીમા વિશે વાકેફ થઈ ગયા છે, કારણ કે તેમણે મહામારી વચ્ચે રદ થયેલી અગાઉની ટ્રિપના અનુભવ પરથી અને તેમના પરિવાર અને મિત્રો સાથે આવી જ સ્થિતિઓ જોઈ તેની પરથી ઘણું બધું જાણી લીધું છે.
પ્રવાસ વીમાની જરૂર પર બોલતાં એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના રિઈન્શ્યુરન્સ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટના હેડ શ્રી સુબ્રમણ્યમ બ્રહ્મજોસ્યુલાએ જણાવ્યું હતું કે, “હવે કોઈ પણ અણદેખીતી સંજોગો સામે અગાઉ કરતાં પણ પોતાને વધુ સુરક્ષિત રાખવાની પ્રવાસીઓની જરૂરતો વધી ગઈ છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસ વીમો અપનાવવાથી પ્રવાસીઓ કોઇ પણ ઝંઝટ કે અવરોધ વિના તેમની ટ્રિપ માણી શકે છે અને પ્રવાસ સમયે હોસ્પિટલાઈઝેશન, લગેજ ગેરવલ્લે થવું, ફ્લાઈટ વિલંબ અથવા કેન્સલેશન્સ વગેરેને લીધે ખર્ચને કારણે ઉદભવતા નાણાકીય નુકસાન સામે રક્ષણ સહિત ઘણા બધા લાભો આપે છે. આજે વધુ ને વધુ પ્રવાસીઓ વિદેશની બિઝનેસ અથવા લીઝર ટ્રિપનું નિયોજન કરી રહ્યા હોવાથી પૂરતા રક્ષણ સાથે પ્રવાસ વીમા પોલિસી અપનાવવી તે નિશ્ચિત જ એવું રોકાણ છે, જે કોઈ પણ કટોકટીના સંજોગોમાં નાણાકીય રીતે તેમને સુરક્ષિત રાખી શકે છે.”
મહામારી પછી મોટા ભાગની પ્રવાસ વીમા યોજનાઓ તમારી વ્યક્તિગત જરૂરતોને આધારે કોઈ પણ કોવિડ-19 સંબંધી હોસ્પિટલાઈઝેશન આવરી લે છે ત્યારે ઉચ્ચ રક્ષણ સાથે પ્રવાસ વીમા પોલિસીની બહેતર આવૃત્તિ તમે અપનાવી શકો છો.
ઉપરાંત તમને સહજ અને ઝંઝટમુક્ત પ્રવાસ અનુભવ માણવામાં મદદરૂપ થઈ શકે તેવા લાભો અને રક્ષણ સમજવા માટે માહિતગાર નિર્ણય લેવા અને અલગ અલગ યોજનાઓનું ધ્યાનપૂર્વક મૂલ્યાંકન કરવાનું મહત્ત્વપૂર્ણ છે.