તાજેતરમાં જ જારી કરવામાં આવેલા નવા અહેવાલના કારણે સરકાર અને સંબંધિત તમામ વિભાગો અને સામાન્ય લોકોની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ અહેવાલ મુજબ નીતિ આયોગે એવી આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ સહિત દેશના ૨૧થી વધારે શહેરોમાં વર્ષ ૨૦૨૦ સુધી ભમિગત જળ અથવા તો ભૂગર્ભ જળ ખતમ થઇ જશે. આ આશંકા વધારે દહેશતમાં મુકનાર પણ છે. આવી સ્થિતીમાં પાણીને લઇને દરેક વ્યક્તિ ખુબ ગંભીર બને અને તેનો ઉપયોગ કરકસર સાથે કરવામાં આવે તે જરૂરી છે. જેટલા પ્રમાણમાં પાણીની જરૂર છે તેટલા પ્રમાણમાં જ પાણીનો ઉપયોગ કરવાની જરૂર છે. દેશમાં પાણીની કમીને ધ્યાનમાં લઇને તેમાંથી પણ કેટલાક શૌચાલય તો બન્યા બાદ પણ સ્વચ્છ અને સાફ થઇ શકશે નહી. પાણી વગર આ શૌચાલયની સાફ સફાઇ થઇ શકશે નહી. આ શૌચાલય બિનઉપયોગી સાબિત થશે. જેથી લોકો ફરી એકવાર ખુલ્લામાં શૌચ કરવા માટે જવા મજબુર બનશે. જોવામાં આવે તો અમને વરસાદી પાણીના સંગ્રહ કરવાની પણ તાકીદની જરૂરિયાત છે. વરસાદી પાણી ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. હાલમાં મોનસુનની સિઝનમાં દેશના કેટલાક ભાગોમાં પુરની સ્થિતી સર્જાઇ હતી.
જો કે પાણીના સંગ્રહ માટે કોઇ નવા વિક્લ્પનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. જે પ્રકારની સ્થિતી સર્જાઇ રહી છે તે જોતા હવે મોટા પાયે સંગ્રહ કરી શકાય તે પ્રકારના યુનિટો સ્થાપિત કરવાની જરૂર છે. જેના પાણીનો ઉપયોગ શૌચાલયને સાફ કરવા માટે પણ કરી શકાય છે. દેશના એવા વિસ્તારમાં શુષ્ક શૌચાલયના નિર્માણની પ્રક્રિયા હાથ ધરી શકાય છે જે વિસ્તારોમાં પાણીની કમી છે. વરસાદી પાણીનો ઉપયોગ તો સરળ રીતે કોઇ પણ કામ માટે કરી શકાય છે. માત્ર આના માટે યોગ્ય સંગ્રહ યુનિટો સ્થાપિત કરવાની જરૂર હોય છે. એક બાબત તો નક્કી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદી પાણીના સંરક્ષણ માટે જેટલા પ્રયાસો ગંભીરતાપૂર્વક કરવાની જરૂર હતી તે પ્રયાસો થઇ શક્યા નથી. જેના કારણે હજુ પણ હાલત કફોડી રહે છે. પહેલી સમસ્યા તો પાણીના પુરવઠાને લઇને જ રહેલી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં એટલુ પણ વરસાદી પાણી આવ્યુ નથી જેના કારણે ભૂમિ જળ અકબંધ રહી શકે. બીજી બાબત એ છે કે જે પાણી ઉપલબ્ધ છે તે સ્વચ્છ અને સાફ નથી. સર્વસામાન્ય બાબત એ છે કે દુષિત પાણી મોટા ભાગે પાણીજન્ય રોગ ફેલાવવામાં પણ ભૂમિકા અદા કરે છે. જનતાના પૈસા સાથે બનાવવામાં આવેલા એટીએમમાં ત્રણ રૂપિયામાં એક બોટલ પાણી ભરી શકાય છે. જો કે આ વ્યવસ્થા ખરાબ નથી પરંતુ તકલીફ એ છે કે આ મશીનો મોટા ભાગે બંધ હાલતમાં રહે છે. આટલી જંગી રકમ ખર્ચ કરવામા આવી હોવા છતાં જાળવણી ન હોવાના કારણે તથા ગંભીરતા ન હોવાના કારણે સ્ટેશન સહિત મોટા ભાગના વિસ્તારોમાં બંધ હાલતમાં જોવા મળે છે.
મોટા ભાગે જોવામાં આવે તો દુકાળ અને અન્ય સ્થિતીનુ નિર્માણ માનવી દ્વારા જ કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં વન્ય વિસ્તારો કાપવામાં આવી રહ્યા છે. જળસંશાધનો જે રહેલા છે તેમની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. શહેરી પ્રદુષણ અને નબળા આધારભુત માળખાના કારણે આ સમસ્યા ઉભી થઇ છે. પાણીની કમી માટે આ તમામ કારણો સૌથી વધારે ગંભીર છે. તેમની તરફ ધ્યાન આપવામાં આવે તો મોટા ભાગની સમસ્યા ઉકેલી શકાય છે. જ્યાં મોટી મોટી કંપનીઓ સીધી રીતે હિમાલયમાંથી શુદ્ધ પાણી લાવવા માટેના દાવા કરી રહી છે ત્યારે ત્યાંજ લોકોને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા નથી.
જળ સંકટને પહોંચી વળવા માટે સૌથી મોટી જરૂરિયાત નાશ થઇ રહેલી હરિયાળીને બચાવવા માટેની છે. આના માટે જોરદાર રીતે વન્યકરણની કામગીરી હાથ ધરવાની જરૂરિયાત દેખાઇ રહી છે. પાણીના જતનની વાત ખુબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે પરંતુ આ દિશામાં નક્કર પહેલ કરવામાં આવતી નથી. હવે સમય એ છે કે રાજકીય ઇચ્છાશક્તિની સાથે સાથે લોકોને સાથે લઇને યોગ્ય આયોજન સાથે આ દિશામાં આગળ વધવામાં આવે તે છે. વન્યોને બચાવી લેવા અને પર્યાવરણ સુરક્ષા માટે પણ ભુગર્ભ જળ ઉપયોગી છે.