મેક ઇન ઇન્ડિયા હેઠળ સેના ૬.૫ લાખ રાઇફલ ખરીદશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી: ભારતીય સેના મેક ઇન ઇન્ડિયા હેઠળ ૬.૫ લાખ નવી અસોલ્ટ રાઇફલો ખરીદવા માટેની તૈયારી કરી રહી છે. આવનાર કેટલાક વર્ષોમાં સેના ૧૨૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ કરશે. સેનાએ શુક્રવારના દિવસે એસોલ્ટ રાઇફલો ખરીદવા માટે રિકવેસ્ટ  ફોર ઇન્ફોર્મેશન જારી કરવામાં આવ્યા બાદ તમામ પ્રક્રિયા શરૂ કરી લેવામાં આવી છે. ઓર્ડિનન્સ  ફેક્ટરી બોર્ડની સાથે ખાનગી કંપનીઓની દ્વારા આને તૈયાર કરવામાં આવનાર છે.

રિકવેસ્ટ ઓફ ઇન્ફોર્મેશન હેઠળ ૨૪મી સપ્ટેમ્બર સુધી તેમને અરજી કરવાની રહેશે. આ પહેલા વર્ષની શરૂઆતમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા ૧૭૯૮ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ૭૨૪૦૦ એસોલ્ટ રાઅફલ ખરીદવા માટેની તૈયારીને લીલીઝંડી આપવામાં આવી હતી. સરહદી ચોકી પર તૈનાત જવાનોને વધુ સુવિધાના ભાગરૂપે આ રાઇફલો ખરીદવામાં આવનાર છે. આ રાઇફલોને ખરીદી લેવામાં આવ્યા બાદ ચીન અને પાકિસ્તાનની સરહદ પર તૈનાત જવાનોને આ રાઇફલો આપવામાં આવનાર છે. અન્ય જવાનોને પણ આ સુવિધા આપવામાં આવનાર છે. જવાનોની તાકાતને વધારાશે.

Share This Article