નવી દિલ્હીઃ આગામી મહિને યોજાનારી જીએસટી પરિષદની બેઠકમાં હવે નિર્માણ હેઠળ રહેલા આવાસ એકમો અને જે મકાનોમાં નિર્માણ કામ પુર્ણ થયું છે તેવા મકાનોની કિંમતો ઘટી શકે છે.
જીએસટી ઘટાડવામાં આવ્યા બાદ નિર્માણ હેઠળના મકાનો સસ્તા થઇ શકે છે. નિર્માણ બાદ તૈયાર થયેલા ફ્લેટ પર કરવેરાના દરને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે. આજે એક અધિકારીએ આ મુજબની વાત કરી હતી. હાલમાં આવા તૈયાર ફ્લેટ પર જીએસટીના દર ૧૨ ટકા છે જેને કામ પૂર્મ થયા બાદ પ્રમાણપત્ર મળ્યા નથી. અલબત્ત રિયલ એસ્ટેટ સંપત્તિઓના એવા ખરીદદાર પર જીએસટી લાગૂ થતાં નથી જે લોકોએ વેચાણના સમયે કામગીરી પૂર્ણ થવાના પ્રમાણપત્ર મળી ચુક્યા છે.
જીએસટી પરિષદ સમક્ષ કેટલાક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે જેમાં રજૂઆત કરવામાં આવી છે કે, ૮૦ ટકા નિર્માણ સામગ્રી નોંધાયેલા ડીલરો પાસેથી ખરીદનાર બિલ્ડરો પાસે જીએસટીના દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે.