‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત વડોદરા શહેરની બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાની સરકારે જાહેરાત કરી હતી. સરકારના આદેશ પ્રમાણે ફી વગર વિદ્યાર્થિનીઓને ભણાવતી બિનસરકારી ગ્રાન્ટેડ સ્કૂલો નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ.
આ જાહેરાત બાદ વિદ્યાર્થિનીઓની ફી માફ કરનાર શાળાઓની હાલત કફોડી થઈ ગઈ છે.કારણકે ફી માફ કરવા બદલ સરકાર દ્વારા ગ્રાંટ આપવામાં અખાડા થઈ રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થિનીઓની ફી માફ કરનાર વડોદરા શહેર જિલ્લાની ૩૫૦ જેટલી બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓને ચાર કરોડ રૃપિયા ગ્રાંટ આપવાની હતી. પરંતુ સરકારે શાળાઓ માટે માત્ર ૧.૮૦ કરોડ રૂપિયા જ મોકલ્યા છે. સરકારે આ યોજનાનો અમલ ૨૦૧૭ના જુ મહિનાથી જ કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે સ્કૂલોએ વિદ્યાર્થિનોની ફી લેવાનુ બંધ કરી દીધુ હતુ.
હવે ગ્રાંટ ઓછી આવતા શાળાઓ માટે નાણાકીય મુશ્કેલી સર્જાઈ શકે છે અને તેની અસર શાળાના સંચાલન પર પણ પડી શકે છે. કેટલીક સ્કૂલો તો કેટલાક મહિનાઓથી પોતાની જ સ્કૂલના ટ્રસ્ટીઓ પાસેથી લોન લઈને શાળાનો રોજ બરોજનો ખર્ચો કાઢી રહી છે. સરકાર દ્વારા બાકીની ગ્રાંટ ક્યારે આપવામાં આવશે તે અંગે પણ સ્કૂલોને માહિતી મળી રહી નથી.