ભારતમાં પ્રથમવાર ‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’નું પ્રીમિયર અમદાવાદના ઓપન થિયેટરમાં યોજાયું

ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ જેમાં ઉમરાવ જાનના રૂપમાં નીતુ ચંદ્રા જોવા મળી હતી, જેનું પ્રીમિયર ભારતના ગુજરાત રાજયના અમદાવાદમાં શહેરમાં યોજાયું હતું. આ શો એક યુનિક બન્યો હતો કારણ કે ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત નાટક ‘ઉમરાવ જાન અદાઃ ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’નું ઓપન એર સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરવામાં આવ્યું હતું. નિર્માતાઓના વિશ્વાસ મુજબ આ નાટક ભારતમાં મ્યુઝિકલ પ્રોડક્શન્સ માટે એક બેન્ચ માર્ક સેટ થયો હતો. ઓડિયંસે સ્ટેજ પર 40 લોકોને પરફોર્મ કરતા જોયા. કલાકારો ઉપરાંત સ્ટેજ પર 4 ગાયકો, 14 પ્રશિક્ષિત કથક કલાકારો અને અન્ય કલાકારો ઉપસ્થિત હતા. આ પર્ફોમન્સમાં મ્યુઝિક, ડાન્સ અને સિંગિંગ અને એક્ટિંગ અગાઉથી રેકોર્ડ કરવામાં આવતું નથી તેને લાઈવ પરફોર્મ કરવામાં આવ્યું હતું.

આ નાટક માટે લગભગ 400 કોસ્ચ્યુમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં નીતુ ચંદ્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. ‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’માં રેખા સ્ટારર ‘ઉમરાવ જાન’ના આઇકોનિક ગીતો સિવાય બે નવા ઓરિજિનલ ગીતો પણ હતા. આખા પ્રોડક્શનને રસપ્રદ બનાવવા સેટને પ્રેક્ષકોની સામે વિરામ વિના બદલવામાં આવ્યો હતો.
શ્રી નીતુ ચંદ્રાએ કહ્યું કે, “હું ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું કે અમે અમદાવાદમાં પ્રીમિયર કર્યું હતું. હું ખરેખર ખુશ છું કે અમદાવાદે મને ઉમરાવ જાન તરીકે સ્વીકારી. ‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’માં ઉમરાવ જાન તરીકે, મેં કોઈ કસર છોડી નહોતી. પ્રેક્ષકોને સ્ટેજ પર મારી ઉપસ્થિતિનો અહેસાસ કરાવવા અને મારી શ્રેષ્ઠ ક્ષમતામાં તેમની અપેક્ષાઓ પૂરી કરીને તેઓને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

નાટકનું સંગીત સલીમ-સુલેમાને ત્યાર કર્યું હતું અને સોંગ પૂજા પંતે કોરિયોગ્રાફ કર્યા હતા. આને બ્લુ વેવ ઈવેન્ટ્સ અને ગ્રેવીટી ઝીરો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. રાજીવ ગોસ્વામી દ્વારા દિગ્દર્શિત અને વરુણ ગૌતમ દ્વારા સ્ક્રિપ્ટ કરેલ, ‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ પણ નોર્થ અમેરિકામાં ટુર કરશે. આ અંગે બ્લુ વેવ ઈવેન્ટ્સના મીત શાહે જણાવ્યું હતું કે “અમે ભૂતકાળમાં ઘણા પ્રોજેક્ટ કર્યા છે પરંતુ ‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ કંઈક અલગ છે. આ શો નોર્થ અમેરિકામાં સાઉથ એશિયાઈ કોમ્યુનિટીને કંઈક શ્રેષ્ઠ આપશે. હું નાટકના યુએસએ પ્રવાસની રાહ જોઈ રહ્યો છું.”
નાટકની નોર્થ અમેરિકન ટૂર 12 એપ્રિલે ન્યૂ જર્સીથી શરૂ થશે અને 1 જૂને વોશિંગ્ટન ડીસીમાં પૂર્ણ થશે