રામ મંદિરનો મુદ્દો ફરી એક વાર સામે આવ્યો છે. પહેલા વેદાંતી મહારાજ બાદમાં યોગી આદિત્યનાથ અને હવે ઉમા ભારતીએ રામ મંદિરને લઇને મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે. અયોધ્યા મંદિર વિષે ઉમા ભારતીએ કહ્યું કે તે યોગી આદિત્યનાથની જેમ ધીરજ નથી રાખી શકતા. કેન્દ્રમાં અને ભારતભરમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીની સરકાર છે. ઉમા ભારતી કહે છે કે રામ મંદિરનું કામ જલ્દી જ શરૂ થવુ જોઇએ.
ઉમા ભારતીએ કહ્યુ હતુ કે, સરકાર તો આવતી જતી રહેશે પરંતુ રામ મંદિર નિર્માણનું કામ એ ભવ્ય કામ છે. રાષ્ટ્રીય ધરોહર સમા મંદિરનું નિર્માણ અટકવુ જોઇએ. તેને જલ્દીથી જલ્દી બનાવી દેવું જોઇએ. ઉલ્લેખનિય છે કે સોમવારે સાધુ સંતોએ યોગી આદિત્યનાથને કહ્યું હતુ કે જેવી રીતે એક જ રાતમાં મસ્જિદ તોજી નાંખવામાં આવી હતી તેવી જ રીતે એક જ દિવસમાં મંદિર પણ બની જ શકે છે.
ઉમા ભારતી ફરી ફરીને એક જ વાત બોલી રહ્યા હતા કે આખા ભારતમાં ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે તો હવે રામ મંદિર નિર્માણમાં રાહ ના જોવી જોઇએ તેને જલ્દી થી જલ્દી બનાવી દેવુ જોઇએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતા શા માટે હજૂ પણ રાહ જોવી પડે છે. ઉમા ભારતીએ ઘણા સવાલ કેન્દ્ર સરકાર પર ઉભા કર્યા હતા.