યુલિપ રોકાણનું એક એવું માધ્યમ છે જે જીવન અને મૃત્યુ બન્ને સ્થિતિઓમાં પરિવાર માટે મદદગાર નિવડે છે. પરંતુ તોતિંગ ચાર્જને કારણે આ પ્રોડક્ટ વધારે ઉપયોગી સાબિત નથી થઇ. એડલવાઇસ ટોકિયો લાઇફે તાજેતરમાં જ યુલિપને નવા રૂપમાં ઉતારીને એક સારી શરૂઆત કરી છે જેને માત્ર ઓનલાઇન જ ખરીદી શકાય છે. તેમાં વીમા ચાર્જ અને ફંડ મેનેજમેન્ટ ચાર્જ સિવાય અન્ય કોઇ ચાર્જ હોતો નથી. પહેલાની તુલનામાં યુલિપ હવે વધારે આકર્ષક બની ગયું છે
ઇન્કમ ટેક્સમાં લાભ યુલિપમાં જે પ્રીમિયમ તમે ચૂકવો છે તેના પર ઇન્કમ ટેક્સની કલમ ૮૦સી અંતર્ગત લાભ મળે છે. સાથે જ યુલિપથી થનારા લાભ પણ કરમુક્ત હોય છે કારણ કે યુલિપ અંતર્ગત શેરબજાર કે રોકાણના અન્ય વિકલ્પો પર આધારિત ફંડની પસંદગી કરવાનો વિકલ્પ ગ્રાહકો પાસે હોય છે પરંતુ કોઇ પણ ફંડમાં રોકાણ કરવા પર પેમેન્ટની રકમ ગ્રાહકો માટે કરમુક્ત હોય છે. સાથે જ તમે મૂડી બજારની સ્થિતિના હિસાબે તમારા રોકાણને એક ફંડમાંથી બીજા ફંડમાં ટ્રનાસ્ફે કરો છો તો પણ તમારે તેના પર કોઇ પણ પ્રકારનો આયકર ચૂકવવાનો રહેતો નથી. શેરબજાર પર આધારિત મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળાના રોકાણ પર આયકર નથી લાગતો પરંતુ અન્ય મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ આયકરના દાયરામાં આવે છે. તેનાથી વિપરીત યુલિપમાં પેમેન્ટની રકમ કરમુક્ત હોય છે. રોકાણનો ગાળો યુલિપમાં રોકાણ કરવા પર પાંચ વર્ષથી પહેલા ગ્રાહકો પૈસા ઉપાડી શકતા નથી. માત્ર વીમો જેના નામે હોય તે વ્યક્તિનો મોત થવાની સ્થિતિમાં તેના લાભાર્થીને વીમા રકમ ચૂકવવામાં આવે છે. જોકે યુલિપ લાંબા ગાળાનું રોકાણ છે અને ગ્રાહકોએ લાંબા ગાળાના લ-યો માટે જ તેમાં રોકાણ કરવું જોઇએ, પરંતુ સમસ્યા એ છે કે ફંડનું પ્રદર્શન સારૂ ન હોય તો પણ ગ્રાહકોને જ તેનું નુકસાન ઉઠાવવું પડશે કારણ કે પાંચ વર્ષ પહેલા તેમાંથી ઉપાડી નહીં શકાય. જોકે યુલિપ રોકાણનો સર્વોત્તમ વિકલ્પ નથી, પરંતુ એડલવાઇસ ટોકિયો લાઇફે જે શરૂઆત કરી છે તે અન્ય વીમા કંપનીઓને પણ પોતાના ચાર્જ ઘટાડવા માટે પ્રેરિત કરશે અને આ વીમાધારકોના હિતમાં હશે.
યુલિપનો સિદ્ઘાંત ખોટો નથી પરંતુ તેને જે રીતે રોકાણકારો સામે પીરસવામાં આવ્યું છે તે કદાચ ખોટું છે. તેથી યુલિપ હંમેશા ખોટા કારણોસર હંમેશાથી જ ચર્ચામાં રહ્યું છે. કારણ એ છે કે તેમાં લાગતા તોતિંગ વિભિન્ન ચાર્જ. યુલિપમાં તમે જે રોકાણ કરો છો તેનો એક મોટો હિસ્સો વીમા કંપનીઓ વિભિન્ન ખર્ચાઓ તરીકે કાપી લે છે અને બાકીનો જે હિસ્સો છે તે મૂડી બજારમાં રોકાણ થઇ શકે છે. તેનું પરિણામ એ આવે છે કે ફંડનું પ્રદર્શન આકર્ષક હોવા છતાંય રોકાણકારોના હાથમાં વધારે કંઇ આવતું નથી.