ઉદગમ ટ્રસ્ટ દ્વારા ત્રિ દિવસીય શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો

Rudra
By Rudra 2 Min Read

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કમિશનર, યુવક સેવા અને સંસ્કૃતિના આર્થિક સહયોગ અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના સહકારથી વિશ્વવિખ્યાત સિતારવાદક વિદુષી મંજુ નંદન મેહતાને સ્મરણાંજલિ આપવા સ્વરમંજુષા ત્રિદિવસીય ધ્રુવ પર્વ-છઠ્ઠા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલ તારીખ 20 થી 22 ડિસેમ્બર 2024ના આંબેડકર હોલ, ગાંધીનગર ખાતે યોજાયો.

WhatsApp Image 2024 12 23 at 19.24.32 1

ઉદગમના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ધ્રુવ પર્વ-છઠ્ઠા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલ મા પધારેલ સૌના શાબ્દિક સ્વાગત કરતા સંસ્થાના કાર્યોની માહિતી આપતા ગાંધીનગરના એકમાત્ર શાસ્ત્રીય સંગીત સમારોહમાં સ્થાનિકથી લઈને વિવિધ આંતરરાષ્ટ્રીય કલાકરો ઉદગમ મ્યુઝિક ફેસ્ટીવલમાં તેમની પ્રસ્તુતિ કરી ગયા છે. તેઓના મંજુ મેહતા સાથેના સ્મરણો વાગોળ્યા હતા.

WhatsApp Image 2024 12 23 at 19.24.32

મુખ્ય મેહમાનપદે નવી દિલ્હીથી પધારેલ યુનાઇટેડ નેશન ગ્લોબલ નેટવર્ક ઇન્ડિયા ના રતનેશ જહાં અને અતિથિ વિશેષ શ્રીમતી અંજના સુરેશ મેહતા, ચેરમેન, પર્યાવરણ, રિક્રિએશન અને સાંસ્કૃતિક કમિટી, ગાંધીનગર મહાનગર પાલિકા, પૂર્વી મેહતા અને યુનીડોના સી. કન્સલ્ટન્ટ ડો. ઉમેશ મેનનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વર્ષ 2024નું ઉદગમ કલા સમ્માન વૈષ્ણવાચાર્ય પં. પા. ગોસ્વામીજી રણછોડલાલજી અને ગાંધીનગરના બલવંત સિંધા ઉર્ફ બલ્લુનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ રતનેશ જહાં એ ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસાર માટેના આવા સુંદર આયોજન માટે ઉદગમની સરાહના સાથે અભિનંદન પાઠવ્યા હતા.

WhatsApp Image 2024 12 23 at 19.24.32 2

ધ્રુવ પર્વ – છઠ્ઠા ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલના પ્રથમ દિવસે સપ્તક વિદ્યાર્થીના શિષ્યો દ્રષ્ટિ જૈન, વૈષ્ણવી શાહ, દ્રષ્ટિ આચાર્યએ વાયોલિન-સિતાર જુગલબંધીની અદભુત પ્રતુતઈ કરી હતી તેઓની સાથે તબલા પર ચિરાગ પરડિયા સંગત કરી હતી. વૈષ્ણવાચાર્ય પં. પા. ગોસ્વામીજી રણછોડલાલજી મહોદયશ્રી (આભરણબાવાશ્રી) એ સંસ્કૃતમાં હવેલી સંગીત પરંપરાનું પ્રબંધ ગાયનની ખુબ જ સુંદર પ્રસ્તુતિ કરી અને તેમની સાથે હેમંત ભટ્ટ, પખવાજ, શિશિર ભટ્ટ, હાર્મોનિયમ, અર્પિત માંડવિયાએ સારંગી પર સંગત કરી હતી. તબલાનવાજ ઉસ્તાદ ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિ આપવા પ્રસિદ્ધ તબલાવાદક શ્રી મુંજાલ મહેતાના શિષ્યો દેવર્ષ ત્રિવેદી, કુ. હિમજા ભોજક, રાકેશ વાણી, રાગ ગાંધી, સાથે અરુણ ઓઝાએ હાર્મોનિયમ પર સંગત કરીને પ્રેક્ષકોને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા મજબુર કરી દીધા.

Share This Article