ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બેદિવસીય ઉષા પર્વનું આયોજન કરેલ છે. પ્રથમ દિવસે ઉદગમ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તારીખ છઠ્ઠી માર્ચ 2025 ના રોજ આંબેડકર હોલ, સેક્ટર-૧૨, ગાંધીનગર ખાતે ઉષા પર્વ- ઉદ્દગમ સુરોત્સવ આયોજન કરવામાં આવ્યું.
ઉદગમના મે. ટ્રસ્ટી ડો . મયુર જોષીએ ઉષા પર્વ- ઉદગમ સુરોત્સવમાં સહુને ઉદ્દગમના મહિલાલક્ષી કાર્યોની માહિતી આપીને પધારેલ સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય મેહમાન ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, અતિથિ વિશેષ ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, સમાજ સેવી આશાબેન સરવૈયા, ડો. મયુર જોષી વગેરેએ દીપ પ્રાગટ્ય કર્યું હતું.
મુખ્ય મેહમાન રીટાબેન પટેલે કહ્યું કે ઉદગમના સુંદર સમાજલક્ષી કાર્યોની હું બહુ વખત શાકાહી રહી છું અને સતત પૂર્ણ સહયોગ આપ્યો છે અને ભવિષ્યમાં પણ સહયોગની ખાતરી આપી હતી.
ઉદ્દગમ સુરોત્સવમાં ગાંધીનગરના સ્થાનિક મહિલા કલાકારો મહિલાના જન્મ થી વૃદ્ધાવસ્થા સુધીના વિવિધ ગુજરાતી ગીતો પારુલ મહેતા, હેતલ ભટ્ટી, આરતી ભટ્ટ,પલ્લવી પટેલ, ધ્રુવી વખારીયા, હિમાદ્રી ત્રિવેદી, ભાવનાબેન જોબનપુત્રા, નીતા ભટ્ટ, નીલીમા શાહ, ક્રિના સુતરીયા, હેતલ ઓઝા, ધારિણી દેસાઈ, અંજના શાહ, ભૌમિક પંડયા, માડી તારુ કંકુ ખર્યું, ઉગ્યો રે ધબકારો ખમ્મા, કાળજાના કટકાને પોઢાડુ પારણે, લાડકી રે, તું હસાવે તો રડાવે, દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે , એવો રે વરસાદ ક્યાંથી લાવવો , ગોરમાને પાંચે આંગળીએ,પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, સાયબો મારો ગુલાબનો છોડ પલ્લવી,. પાટણથી પટોળા મોંઘા લાવજો, ભીંતે ચિત્રેલ રૂડા ગરબા ગણપતિ , કાળજા કેરો કટકો મારો , કુંચી આપો બાઈજી, સપના વિનાની આખી રાત, મારા હૈયાના ઝાડવાની, ઝીણા ઝીણા આંકે થી અમને, ચારણ કન્યાગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને રસતરબોળ કરી દીધા હતા.