શિવસેના સાથે સંબંધ સારા બનાવવા માટે અમિત શાહે હાલમાં જ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન માતોશ્રી પર મુલાકાત કરી હતી. શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરવાની મનાઇ ફરમાવી દીધી છે. આવનારી ચૂંટણી શિવસેના પોતાના દમ પર લડીને જીતશે તેવુ સ્ટેટમેન્ટ આપ્યુ હતુ. શિવસેનાના 52મા સ્થાપના દિવસ પર તેમના કાર્યકર્તાઓએ કહ્યુ હતુ કે, તમે દરેકના ઘરે જઇને પૂછો કે તમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે કે નહી. ઉદ્ધવ ઠાકરેએ ભાષણમાં કહ્યું હતુ કે, લોકસભાની ચૂંટણી આ ડિસેમ્બરમાં જ થશે. ચૂંટણીની કામગીરીમાં લાગી જાવ કારણકે, મહારાષ્ટ્રના આવનાર મુખ્યમંત્રી શિવસેનામાંથી જ કોઇક હશે.
ઉદ્ધવ ઠાકરેએ તેમ પણ કહ્યું હતુ કે, તે નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પણ વિરોધ કરશે. કારણકે બુલેટ ટ્રેનથી ફક્ત ગુજાતને જ ફાયદો થશે. મુંબઇથી અમદાવાદ કોઇ કામ માટે નથી જતુ પરંતુ ગુજરાતથી લોકો મુંબઇ કામ માટે આવે છે. માટે ઉદ્ધવ ઠાકરે બુલેટ ટ્રેનનો વિરોધ કરીને ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધ કરશે. સાથે જ તેમણે મોદી સરકારને જુમલાબાજ પણ કહી છે.