UCC છોકરીઓની લગ્નની ઉંમર વધી શકે છે, બહુપત્નીત્વ અને હલાલા પર પ્રતિબંધ રખાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો મુસદ્દો તૈયાર કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય કાયદા પંચ ઉપરાંત, ગુજરાત અને મધ્યપ્રદેશની સરકારો, જેમણે UCC લાગુ કરવાની જાહેરાત કરી છે, તેઓ પણ ઉત્તરાખંડના UCC ડ્રાફ્ટની રાહ જોઈ રહ્યા છે. જસ્ટિસ રંજના પ્રસાદ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી નિષ્ણાત સમિતિ ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં રોકાયેલી છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ૩૦ જૂન સુધીમાં સમિતિ પાસેથી અહેવાલ પ્રાપ્ત થવાની અપેક્ષા રાખી છે. પરંતુ સુત્રોનુ કહેવુ છે કે જુલાઇના પહેલા સપ્તાહમાં રિપોર્ટ સબમીટ થઇ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જસ્ટિસ દેસાઈ કમિટીના રિપોર્ટ બનાવવાની પ્રક્રિયા પૂરી થયા બાદ નેશનલ લો કમિશન સક્રિય બન્યું હતું. સમિતિની જેમ, આયોગે UCC પર સૂચનો આમંત્રિત કરવાનું શરૂ કર્યું છે. કમિશનના અધ્યક્ષ અને સભ્યોએ નવી દિલ્હીમાં સમિતિ સાથે બેઠક યોજી છે.

યુસીસી રિપોર્ટ કાયદા પંચને પણ મદદરૂપ થશે. ભાજપ શાસિત મધ્યપ્રદેશ અને ગુજરાત સરકારોએ પણ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વચન આપ્યું છે. બંને રાજ્યો પણ આ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. નિષ્ણાત સમિતિ ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. આ સમિતિની રચના મે ૨૦૨૨માં કરવામાં આવી હતી. રચનાથી અત્યાર સુધીમાં, સમિતિને ૨.૫ લાખથી વધુ સૂચનો ઓનલાઈન મળ્યા છે અને ઑફલાઇન મોડ દ્વારા પ્રાપ્ત. તમામ ૧૩ જિલ્લાઓમાં હિતધારકો સાથે સીધો સંવાદ કર્યો. નવી દિલ્હીમાં સ્થળાંતરિત ઉત્તરાખંડીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. સીએમ ધામી UCC પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી ઉત્સાહિત છે કે દેશને બે કાયદાથી ચલાવી શકાય નહીં. તેમનું કહેવું છે કે UCC પર ર્નિણયો ભારતના બંધારણની મૂળ ભાવના અનુસાર લેવાના હોય છે. કમિટી તેના પર કામ કરી રહી છે. ર્નિણય સૌના હિતમાં આવશે. તેની શરૂઆત ઉત્તરાખંડથી થઈ છે. દેવભૂમિ તેનું નેતૃત્વ કરી રહી છે. અમારી અપેક્ષા છે કે આગામી સમયમાં UCC સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે.

Share This Article