યુબીઆઇ સ્કીમની વિશેષર્તા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી :   દેશના ખેડુતો અને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની છાપને નવેસરથી મજબુત કરવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ટુંક સમયમાં જ મોટી જાહેરાત કરી શકે છે. આના માટે ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી છે. આ સ્કીમ હેટળ યુનિવર્સિવલ બેઝિક ઇનકમ અને તેલંગાણાના ખેડુત મોડલને અપનાવવાના વિષય પર ચર્ચા ચાલી રહી છે. સરકાર યુનિવર્સલ બેઝિક ઇનક્મ (યુબીઆઇ)ને અમલી કરવા વિચારણા કરી રહી છે. આ સ્કીમને સૌથી પહેલા દુનિયામાં ફિનલેન્ડમાં અમલી કરવામાં આવી હતી. ત્યારબાદ દુનિયાના બે ડઝન જેટલા દેશો આ સ્કીમને અમલી કરી ચુક્યા છે. યુબીઆઇ સ્કીમ કઇ રીતે કામ કરે છે તે નીચે મુજબ છે.

  • દેશના દરેક વ્યક્તિના પોતાના એક નંબર હોય છે જેને આધાર નંબર સાથે જોડવામાં આવનાર છે
  • સંબંધિત વ્યક્તિના પોતાના બેંક ખાતા રહેશે
  • વ્યક્તિના ખાતામાં દર મહિને એક નિર્ધારિત રકમ જમા કરવામાં આવનાર છે
  • આ સ્કીમ હેઠળ પૈસા આપવામાં આવ્યા બાદ સબસિડી માટેની સિસ્ટમને ખતમ કરી દેવામાં આવે છે
  • દુનિયાના કેટલાક દેશોમાં યુબીઆઇ સ્કીમ અમલી છે જેને ભારતમાં લાગુ કરવા માટેની અંતિમ વિચારણા ચાલી રહી છે
  • દુનિયાના દેશો પૈકી ફિનલેન્ડમાં સૌથી પહેલા સ્કીમ અમલી કરવામાં આવ્યા બાદ દુનિયાના બે ડઝન દેશોમાં આને અમલી કરવામાં આવી છે
  • યુબીઆઇને દેશના ૧૦ કરોડ લોકો વચ્ચે લાગુ કરવાની સ્કીમ પર કામ ચાલુ છે

 

Share This Article