વિશ્વની સૌથી મોટી પર્સનલ મોબિલિટી કંપની ઉબરે આજે આઇસીસી મેન્સ વર્લ્ડ કપ ૨૦૧૯ના સત્તાવાર સ્પોન્સર તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સાથે મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરી છે.
આ ભાગીદારી દ્વારા ઉબર સૌથી વધુ જોવાતી સ્પોટ્ર્સ ઇવેન્ટ્સ પૈકીની એક મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે આઇસીસી સાથે સ્પોન્સરશિપ ડીલ કરનાર પ્રથમ મોબિલિટી અને ફુડ ડિલિવરી એર બનશે. આ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦ મેથી ૧૪ જુલાઇ દરમિયાન રમાશે, જે વિશ્વભરમાં અંદાજે ૧.૫ બિલિયન દર્શકો જોશે.
ઉબરના કેમ્પેઇન ધીસ વર્લ્ડ કપ, એવરી ફેન વિન્સ નો ઉદ્દેશ્યએકતાની સંસ્કૃતિ વિકસાવવાનો તથા ક્રિકેટના ચાહકોને ઉજવણીના કેન્દ્રમાં લાવવાનો છે, જેમાં વર્લ્ડ કપના પ્રથમ અને પોતાના વે-ઓ, વે-ઓ એન્થમ સામેલ છે.
આ એન્થમ ભાગ લેનારા પાંચ દેશોના જાણીતા કલાકારોએ સ્વર આપ્યો છે અને તે ઉત્સાહી ચાહકોને સિગ્નેચર સોંગ આપશે, જેથી તેઓ રમતની ઉજવણી કરી શકે. ઉબર હજારો ડ્રાઇવર અને કુરિયર પાર્ટનર્સ તેમજ રાઇડર્સ અને ઇટર્સને મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લઇ જશે તેમજ ટુર્નામેન્ટ ખાતે ઉત્સાહમાં વધારો કરવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાશે.
ઉબરના ચીફ ઇન્ટરનેશનલ બિઝનેસ ઓફિસર બ્રુક્સ એન્ટવિસલે જણાવ્યું હતું કે, અમે વૈશ્વિક રમત તરીકે ક્રિકેટ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરતાં ખુશી અનુભવીએ છીએ તેમજ રાઇડર્સ, ઇટર્સ, ડ્રાઇવર્સ અને ડિલિવરી પાર્ટનર્સની અમારી કમ્યુનિટિને એકબીજાને વધુ લાવવાનો પ્રયાસ કરીશું તેમજ તેમને રમતની પણ વધુ નજીક લાવીશું. વર્લ્ડ કપમાં ભાગ લેતા આઠ દેશોમાં ક્રિકેટની લોકચાહના વધુ છે, જ્યાં ઉબર અને ઉબર ઇટ્સ લોકોના દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો છે. અમારું માનવું છે કે આ ભાગીદારીથી ચાહકો પોતાના ઉત્સાહને માણી શકશે, જ્યારે કે અમે તેમની અવરજવર અને ભોજનની જરૂરિયાતોને પૂર્ણ કરી શકીશું.
તેમણે ઉમેર્યું હતું કે, અમે વર્લ્ડ કપના પ્રથમ એન્થમને લોન્ચ કરતાં ઉત્સાહિત છીએ, જે ચાહકોને ઉજવણીના કેન્દ્રમાં રાખે છે. અમને વિશ્વાસ છે કે એન્થમ વિશ્વભરના ક્રિકેટના લાખો ચાહકોનો ઉત્સાહ વધારશે.
આ ભાગીદારી અંગે પ્રતિક્રિયા આપતાં આઇસીસી ચીફ એક્ઝિક્યુટિવ મનુ સ્વાહનેએ જણાવ્યું હતું કે, અમે આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ઉબર સાથે ભાગીદારી કરતાં ખુશી અનુભવીએ છીએ. ગત વર્ષે આઇસીસી વુમન્સ ટી૨૦ વર્લ્ડ કપ દરમિયાન ક્રિકેટ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ હતી, જ્યાં બ્રાન્ડે #RoadSheMade કેમ્પેઇન અંતર્ગત ખેલાડીઓની પાછળ રહેલી કેટલીક સુંદર વાર્તાઓને સામે લાવી હતી. ઉબર પાસે આ ઉનાળાના કાર્યક્રમ માટે કેટલીક રસપ્રદ યોજના છે અને તેઓ ક્રિકેટની ઉત્તમ ઉજવણી માટેની અમારી અપેક્ષાઓ સાથે સુસંગત છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઉબરના બ્રાન્ડ એમ્બેસેડર વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, હું ઉબર અને આઇસીસી વચ્ચે ક્રિકેટને સપોર્ટ કરવ માટે ફરીથી ભાગીદારી બાબતે ખુશ છું. તેઓ એકીકરણ, એકતા અને ઉજવણી માટે સજ્જ છે. મને વિશ્વાસ છે કે આ વર્લ્ડ કપ દરેકની અપેક્ષાઓને પાર પાડશે તેમજ રમત માટે વૈશ્વિક પ્રેમને બળ આપશે.
ગત વર્ષે વિશ્વભરની કન્યાઓ અને મહિલાઓને સશક્ત કરવાની કંપનીની પહેલ હેઠળ ઉબરે આઇસીસી વુમન્સ ટી૨૦ વર્લ્ડ કપને સપોર્ટ કર્યો હતો, જે વેસ્ટ ઇન્ડિઝમાં રમાયો હતો. આ ભાગીદારી અંતર્ગત ઉબરે કેમ્પેઇન લોન્ચ કર્યું હતું, જેમાં વિવિધ ફિલ્ડના રમતગમતના અગ્રણીઓએ મહિલાઓને રમત ગમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં તથા ટી૨૦ ટુર્નામેન્ટને સપોર્ટ પણ કર્યો હતો.