નવી દિલ્હી : વિશ્વની સૌથી મોટી ઓન-ડિમાન્ડ રાઇડ-શેરિંગ કંપની ઉબરે ભારતમાં પોતાના ફ્લીટ-ઓનર્સ માટે પુનઃડિઝાઇન કરાયેલી ઉબર ફ્લીટ એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવી એપ ફ્લીટ ઓનર્સ સાથેની ભાગીદારીથી તૈયાર કરાઇ છે અને તેની વિશેષતાઓસરળ અને આકર્ષક ડિઝાઇન છે. ઉબર ફ્લીટ એપ સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ એક્સપિરિયન્સ સાથે વધુ સારી ઉપયોગિતા, નવી ટેકનોલોજી અને નવીવિશેષતાઓ ઓફર કરે છે, જેનાથી ફ્લીટ ઓનર્સ પોતાના વાહનો અને ડ્રાઇવર્સનું વધુ સારી રીતે વ્યવસ્થાપન કરી શકે છે.
ફ્લીટ ઓનર્સની મદદથી વધુ ડ્રાઇવર્સ ઉબર એપનો ઉપયોગ કરીને પોતાની આજીવિકા મેળવી શકશે. અમારી પુનઃડિઝાઇન કરાયેલી ઉબર ફ્લીટ એપઓનર્સ સાથેના વ્યાપક અભ્યાસ, વિશ્વસ્તરીય ટેકનોલોજી અને સ્થાનિક માહિતીનું મિશ્રણ છે, જેનાથી ફ્લીટ ઓનર્સ તેમના કારોબારનું વ્યવસ્થાપનકરીને તેને વિકસાવી શકશે.
પાઇલોટ તબક્કે એપ લોન્ચ કરવા સાથે ઉબરે હંમેશા દેખરેખ રાખી છે કે કેવી રીતે લોકો એપનો ઉપયોગ કરે છે અને સૌથી મહત્વપૂર્ણ આનાથી ફ્લીટઓનર્સના કારોબારી પ્રદર્શનમાં કેવો બદલાવ આવ્યો છે. એપના નિયમત યુઝર્સને કારણે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થયો છે, એટલે કે તેમનાવિહિકલ ડાઉનટાઇમમાં ઘટાડો થયો છે અને પરિણામે તેઓ વધુ ટ્રીપ પૂર્ણ કરી શક્યાં છે.
નવી અને રસપ્રદ વિશેષતાઓ નીચે મૂજબ છેઃ
- લાઇવ મેપઃ સ્ટેટસને સરળતાથી ટ્રેક કરી શકે છે અને ડ્રાઇવર પાર્ટનર તથા વાહનની સુરક્ષા ઉપર દેખરેખ રાખી શકે છે.
- ફ્લીટ પર્ફોર્મન્સઃ એક સરળ વ્યુમાં સમગ્ર ફ્લીટના ફેર, ટ્રીપ અને ક્વોલિટી મેટ્રિક્સને દર્શાવે છે.
- ડ્રાઇવર પાર્ટનર પેમેન્ટ્સઃ સાપ્તાહિક આળક, ખર્ચ અને પેઆઉટ જેવા તમામ ડ્રાઇવર પાર્ટનર ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવો.
- ફ્લીટ મેચઃ ફ્લીટ ઓનર્સ પ્રોફાઇલ જાઇ શકશે તેમજ ડ્રાઇવ કરવા તૈયાર ડ્રાઇવર પાર્ટનર્સનો સંપર્ક કરી શકશે.
- ઇન-એપ સપોર્ટઃ ઇન-એપ સપોર્ટમાં ૨૪ કલાક મદદ મેળવો.
- ડ્રાઇવર પ્રોફાઇલઃ પે સ્ટેટમેન્ટ, પર્ફોર્મન્સ અને ઓનલાઇન ટ્રીપ એÂક્ટવિટી જાઇને ડ્રાઇવર પાર્ટનરનું વ્યવસ્થાન કરો.