દુબઈ : ઈદના અવસર પર કેદીઓને ઈદી આપતી સંયુક્ત આરબ અમીરાત (UAE) ની સરકાર, ફેબ્રુઆરીમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ આની જાહેરાત કરી હતી.
યુએઈ ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ ફેબ્રુઆરીના અંતમાં એક મોટી જાહેરાત કરી હતી, જેમાં તેમણે રમઝાન પહેલા મોટા પાયે કેદીઓને મુક્ત કરવાની વાત કરી હતી. હવે રમઝાનના અંતમાં ૧,૨૯૫ કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે 1518 કેદીઓને માફ કરવાની જાહેરાત કરી છે. મુક્ત કરાયેલા લોકોમાં 500 થી વધુ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
રમઝાનના આ પવિત્ર મહિનામાં, સંયુક્ત આરબ અમીરાતે કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી છે. ઈદને ધ્યાનમાં રાખીને, યુએઈની જેલોમાં બંધ કેદીઓને જીવન જીવવાનો બીજાે મોકો આપવામાં આવી રહ્યો છે. આની જાહેરાત ફેબ્રુઆરીના અંતમાં કરવામાં આવી હતી. વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે કુલ 1518 કેદીઓને માફીની જાહેરાત કરી. જેલમાંથી મુક્ત થવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં 500 થી વધુ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. યુએઈના આદેશને અનુસરીને, આ વર્ષે આ ભારતીયો તેમના પરિવાર સાથે ઈદની ઉજવણી કરી શકશે.
હવે જ્યારે રમઝાન મહિનો પૂરો થવાનો છે. સાઉદી અરેબિયામાં ઈદની રજાઓની જાહેરાત થઈ ચુકી છે. સાઉદી અરેબિયામાં, જાહેર ક્ષેત્રની રજાઓ 24 રોઝા (22 માર્ચ) થી શરૂ થઈ ગઈ છે, કારણ કે ત્યાં 1446 હિજરી મુજબ ઉપવાસ એક દિવસ વહેલા શરૂ થાય છે. આ ઉપરાંત, ખાનગી ક્ષેત્ર અને બિન-લાભકારી ક્ષેત્ર માટે રજાઓ 29 રોઝા (એટલે કે 27 માર્ચ) થી શરૂ થશે.