માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તાજેતરમાં જારી કરેલ અધિસૂચના અનુસાર ટૂ વ્હીલર ચાલકો માટે હવે બિન ભારતીય માનક(આઇએસ) હેલ્મેટની બનાવટ, સંગ્રહ અને વેચાણ કરવા પર વોરંટ વગર ધરપકડ થશે. પહેલા અપરાધ માટે બે વર્ષની જેલ કે ઓછામાં ઓછા ૨ લાખ રૂપિયાનો દંડ થશે, તેના પછી અપરાધ કરવા પર વધારે દંડ અને વધારે સજા થશે. આ અધિસૂચના આગામી ૬૦ દિવસોમાં લાગૂ થઇ જશે.
એશિયાની સૌથી મોટી હેલ્મેટ નિર્માતા કંપની સ્ટીલબર્ડના એમડી તથા ટૂ વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ રાજીવ કપૂરે જણાવ્યું કે, “સરકારના આ પગલાંની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. આ નિર્ણય એક માસ્ટર સ્ટ્રોક હેઠળ કામ કરશે અને તેનાથી બિન આઇએસઆઇ માર્ક વાળા હેલ્મેટના વેચાણ, નિર્માણ, ભંડારણ અને ઉપયોગને સંપૂર્ણપણે રોકવામાં મદદ મળશે.”
બિન આઇએસઆઇ માર્ક વાળા હેલ્મેટ વેચવા નકલી દવા વેચવા બરાબર છે અને જેવી જ નકલી દવાઓ હાનિકારક અને ઝેરી છે તેમ નકલી હેલ્મેટ પણ એટલું જ નુક્શાનકારક છે. નીતિ નિર્માતાઓ દ્વારા આ નિર્ણય એક મોટો અને ઉંડો અર્થ રાખે છે. અહીં સુધી મુખ્ય આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ જે યુરોપીયન અને અમેરિકી માનકના અનુસાર ભારતમાં હેલ્મેટ નિર્યાત કરી રહ્યાં હતાં, હવે તેમને આઇએસઆઇ માનકોંનું પાલન કરવું પડશે. આવું ન કરવા પર તે તેને વેચી શકશે નહિ.
આ અધિસૂચના હવેથી ૬૦ દિવસો બાદ લાગૂ થશે જેનો મતલબ એ છે કે આવી બધી નિર્માતાઓને હવે એક વાર નિર્માણ કરવાનું બંધ કરવું પડશે જે આઇએસઆઇ માનકનું પાલન નથી કરતા. તેની સાથે ડીલરોએ જ્લ્દીથી પોતાના સ્ટોકને સમાપ્ત કરવો જોઇએ.
જે લોકો પહેલાથી જ એવા હેલ્મેટ ખરીદી ચૂક્યા છે તેમણે નકલી ઉત્પાદનનો ઉપયોગ કરવો જોઇએ નહિ કારણકે તે ખતરનાક છે અને ઘાતક ઇજાનું કારણ બની શકે છે. મોટર વ્હીકલ એક્ટ અનુસાર પ્રત્યેક ટૂ વ્હીલર ચાલક અને સવાર માટે આઇએસઆઇ માર્ક હેલ્મેટનો ઉપયોગ કરવો અનિવાર્ય છે અને આ નોટિસ આ નિયમને અને શરતોને લાગૂ કરે છે.
તે ઉપરાંત, કારણકે બિન આઇએસઆઇ હેલ્મેટ્સની કોઇ વેચાણ કે નિર્માણ નહીં થાય, કોઇને પણ ખરાબ ઉત્પાદનો સુધી પહોંચ નહીં હોય. એટલે માર્ગ અકસ્માતના કારણે લોકોને થતી ઇજા ઘટી જશે. તેનાથી સરકારને ખૂબ જ પૈસા બચાવામાં મદદ મળશે જે આવા કિસ્સાના કારણે પોલિસ, મેડિકલ સારવાર, હોસ્પિટલો વગેરે પર ખર્ચ થાય છે.
કપૂરે જણાવ્યું કે, “હું ખૂબ જ ખુશ છું કે હવે ગ્રાહકો વાસ્તવિક ઉત્પાદન ખરીદશે. અનિવાર્ય પ્રમાણીકરણ વ્યવસ્થા હેઠળ નવા ટૂ વ્હીલર હેલ્મેટ બાઇક સવારોના આરામ માટે હલ્કા અને હવાદાર હશે. એકવાર ફરીથી આ ઉદ્યોગના એક ભાગના રૂપમાં વાસ્તવમાં આ રીતના પ્રશંસનીય પગલા માટે સરકારનું આભાર વ્યક્ત કરવા માંગુ છું.”
કપૂરે જણાવ્યું કે, “ઉપલબ્ધ તાજા આંકડા અનુસાર ભારતભરમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે ૧.૫૦ લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે. એટલા માટે સરકારના આ પગલાં પછી આવાવાળા વર્ષોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવી શકાય છે.”