નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપી દુષ્કર્મ ગુજારતા વિડીયોએ પોલીસને દોડતી કરી
પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી
ભરૂચ : ફરી એકવાર ગાંધીના ગુજરાતમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં ફરી એકવાર મહિલા સલામતીના બણગા ફૂંકતી સરકારની ભૂમિકા સામે પણ સવાલ ઉભા થાય છે. કારણકે, ભરૂચમાં એક ફાર્મહાઉસમાં બે બહેનો પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેણે હડકંપ મચાવી દીધો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામની આ ઘટના છે. જેમાં બે બહેનોને પહેલાં નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપવામાં આવે છે. નરાધમ જ્યારે આ ઈન્જેક્શન લઈ રહ્યો છે તે સમયનો વીડિયો પણ લેવામાં આવ્યો છે. દુષ્કર્મની ઘટના બાદ સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેણે પોલીસ તંત્રને પણ દોડતું કર્યું છે. આ વીડિયોમાં એક નરાધમ બે યુવતીઓને પોતાના હાથે નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપી રહ્યો છે. નશાકારક ઈન્જેકશન આપી બે બહેનો પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. જંબુસરના એક ગામમાંથી બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં દુષ્કર્મ આચરયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એ છેકે, આ નરાધમોએ ખુદ પીડિતાને ઈન્જેકશન આપતો વીડિયો વાઈરલ કર્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયાનો બનાવ બનતા ચકચાર મચી છે. નરાધમોએ બે બહેનોનું અપહરણ કરી ફાર્મહાઉસમાં લઈ જઈ નશાકારક ઈન્જેકશન આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટના પ્રકાશમાં આવતા હાલ પોલીસ તંત્ર પણ સફાળુ જાગ્યું છે. આ મામલે પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા જંબુસર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. જ્યારે આ કેસના અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું છેકે, ગૃહ વિભાગ આ મામલે તાત્કાલિક પગલાં ભરે. ‘સરકારે સુરક્ષાની મોટી વાતો કરી અને ખોટા દાવા કર્યા’ છે. વધુમાં મનીષ દોષીએ એવો પણ આક્ષેપ કર્યો છેકે, રાજ્યનો ગૃહ વિભાગ ભ્રષ્ટ્રાચારનુ એપી સેન્ટર બની ગયો છે. રાજ્યમાં બેફામ ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. ‘ગુજરાતમાં બહેન દીકરીઓની સલામતી મોટો પડકાર’ બની ગઈ છે. બહેન દીકરીઓ પર થતા અત્યાચાર સામે પોલીસ પગલા ભરે. ભરૂચ દુષ્કર્મ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા છે. હજુ બે આરોપીઓને પોલીસ શોધી રહી છે. આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more