મોબાઈલમાં ખોટી એપ્લીકેશનથી બે શખ્સો રૂ.૮ લાખથી વધુ ઓળવી ગયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભાવનગર શહેરમાં ફાસ્ટફુડના વેપારીના મોબાઈલ ફોન પર બે શખ્સોએ જુદા જુદા નંબરે ફોન કરી IDEX એપ્લીકેશનમાં રોકાણ કરવાથી ઈન્ટરનેશનસ માર્કેટમાં રોકાણ થશે અને નફો થશે તેવા વિશ્વાસમાં લઈ તેને ફસાવી અલગ અલગ દિવસે કુલ રૂા.૮,૪૧,૭૨૬નું જુદી જુદી બેંકના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાવડાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ સાઈબર પોલીસ મથક ભાવનગર રેન્જમાં કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શહેરના બોરતળાવ રોડ પર હરખાદાદાની વાડી વિસ્તારમાં રહેતા અને ફાસ્ટફુડની દુકાન ધરાવતા ભાવેશભાઈ મોહનભાઈ સવાણીને તેના મોબાઈલ ફોન પર વિવિયન નામના શખ્સે અને ત્યારપછી બીજા નંબર પરથી મેહેર નામના શખ્સે ફોન કરી તેને વાતો કરાવી IDEX નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી બાદ તે નાણા પાછા ઉપડાવી લઈ વિશ્વાસ ઉભો કરાવ્યો હતો. બાદમાં આ એપ્લિકેશનમાં નાણાનું રોકાણ કરવાથી ઈન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ થશે અને નફો થશે તેવા વિશ્વાસમાં લઈ રોકાણને બહાને અલગ અલગ દવસે બે માસ દરમિયાન આઈડીબીઆઈ બેંકના તેના એકાઉન્ટમાંથી રૂા.૮,૪૧,૭૨૬ જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવી બાદ રોકાયેલા નાણા પરત માંગતા તે એપ્લીકેશન જ ખુલતી બંધ થઈ ગયેલ. જે અંગે તેમણે ફોનમાં વાત પણ નહીં કરતા પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો. આ અંગે ભાવેશભાઈ સવાણીએ સાઈબર પોલીસ મથકે જઈ આ બન્ને મોબાઈલ ધારક શખ્સો વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article