સૌરાષ્ટ્રમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજકોટ : રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. સૌરાષ્ટ્રમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં પ્રથમ ઘટના બોટાદમાં બની છે. બોટાદની ખાનગી હોસ્પિટલનાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત છે. મોડી રાત્રીના છાતિમાં દુખાવો થતા ૪૦ વર્ષીય નરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ યુવાનના મોતના પગલે પરિવાર જનોમાં શોકનો માહોલ છે. બીજી ઘટના રાજકોટમાં જેતપુરમાં બની છે. અહીં જેતપુર તાલુકાના પીઠડીયા ગામે હાર્ટ એટેકથી એકનું મોત થયું છે. ભગવતી ચોકમા રહેતા ૪૫ વર્ષીય મનીષાબેનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. જેથી મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. તબીબના પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેક આવ્યો છે. જાે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કઈ રીતે મોત થયું તે હકીકત બહાર આવશે.

Share This Article