કર્ણાટકના જનતા દળ સેક્યુલરના બે નેતા ભાજપામાં જોડાયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કર્ણાટક વિધાનસભા ક્ષેત્રના લિંગાસુગુરના ધારાસભ્ય માનપ્પા વજ્જલ અને રાઇચુરના ધારાસભ્ય ડોક્ટર શિવરાજ પાટિલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. તેઓ બન્ને કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર સાથે જોડાયેલા હતા. આ વર્ષે કર્ણાટકામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે.

 આ બન્ને વિધાનસ્ભ્યોએ વિધાનસભા સચિવ એસ મૂર્તિને પોતાનું રાજીનામું સોપ્યું હતુ. આ બન્ને નેતાઓએ જણાવ્યું કે જેડીએસમાં તેમની ઉપેક્ષા થઇ રહી હોઇ તેઓ રાજીનામું આપી રહ્યાં છે. ભાજપા અધ્યક્ષ બી.એસ. યેદિયુરપ્પા, પીયુષ ગોયલ સહિત જનતા દળ સેક્યુલરના બન્ને નેતાઓનું ભાજપ સાથે જાડાવા બદલ સ્વાગત કર્યું હતું.

Share This Article