ઝારખંડમાં બે જગ્યાએ લોકોને જબરજસ્તી બીફ ખવડાવવા અને તેનો વિરોધ કરવા પર મારપીટ કરવાની ધટના સામે આવી છે.આ મામલામાં એફઆઇઆર દાખલ કર્યા બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.પહેલી ઘટના હજારીબાગ જીલ્લાના વરહી તાલુકાના વરિયઠ બિરહોર ટોલાની છે અહીં આદિમ જનજાતિ સમુદાયના મનોજ બિરહોરે બરહી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાવી છે. એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે કે દુલમાહા ગામના રહેવાસી ખલીલ મિયા એક અન્ય વ્યક્તિ સાથે ગામ આવ્યો અને લોકોને કહ્યું કે આજની રાત તમામ લોકોને ભોજન ની વ્યવસ્થા મારી તરફથી રહેશે. તેણે બિરહોર ટોલાના ડઝનેક લોકોને પહેલા શરાબ પીવડાવી અને ત્યારબાદ તેણે ભોજનમાં માંસના મોટા ચુકડા પિરસ્યા હતાં શંકા થતા તે લોકોએ વિરોધ કર્યો તો તેમને ધારદાર હથિયાર બતાવી તેમને માંસ ખાવા માટે મજબુર કર્યા મનોજ બિરહોરે ઘટનાની ત્રીજા દિવસે પોલીસ સ્ટેશનમાં પહોંચી અરજી કરી તો પોલીસે ગામ પહોંચી તેની તપાસ કરી આ દરમિયાન રાજેશ બિરહોરના ઘરથી બીફના અવશેષ કબજે કર્યા ત્યારબાદ પોલીસે આરોપી ખલીલ મિયાંની ધરપકડ કરી છે.
આ રીતની ઘટના સાહિબગંજ જીલ્લાના રાધાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના તાલબન્ના ગામમાં સામે આવી છે.ગામના ચંદન રવિદાસ નામકના યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મિઠુન શેખ,નસીમ શેખ ફિરોજ શેખ સહિત પાંચ લોકોએ ગત ૩૧ ડિસેમ્બરે તેને જબરજસ્તી બીફ ખવડાવ્યું વિરોધ કરવા પર તેની સાથે મારપીટ કરવામાં આવી અને તેના હાથ તોડી નાખ્યો પોલીસે કહ્યું કે આ મામલામાં આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ભાજપ અને હિન્દુ સંગઠનોના નેતાઓએ આ ઘટનાઓ પર કડક પ્રતિક્રિયા વ્યકત કરી છે.પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશે કહ્યું કે એક સમજી વિચારેલી રણનીતિ હેઠળ આ રીતની ધટનાઓને પરિણામ આપવામાં આવી રહ્યું છે પરંતુ તુષ્ટીકરણની રાજનીતિને પ્રોત્સાહન આપનારા મુખ્યમંત્રીજીને તેનાથી કોઇ ફર્ક પડતો નથી. આવા લોકો પર કડડ કાર્યવાહી કરવાની જરૂર છે.વિહિપ અને બીજા સંગનનોએ પણ આ મામલામાં તાકિદે કાર્યવાહી કરવાની માંગ કરી છે.