ફિનલેન્ડના દક્ષિણપૂર્વમાં આવેલા યુરા એરપોર્ટ નજીક જંગલ વિસ્તારમાં એક મોટો હવાઈ અકમાત થયો હતો જેમાં બે હેલિકોપ્ટર ધડાકાભેર અથડાયા હતાં જેમાં પાંચ લોકોના મોત થયા હતાં.
આ અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે કૌટુઆ શહેર નજીક હવામાં જ બે હેલિકોપ્ટર અથડાયા હતાં. આ બંને હેલિકોપ્ટરનું કચ્ચરઘાણ થયુ હતું. જેનો કાટમાળ ઓહિકુલ્કુટી રોડથી લગભગ 700 મીટર દૂર પડ્યો હતો.
આ હવાઈ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બંને હેલિકોપ્ટર એસ્ટોનિયન કંપનીના હતાં. નેશનલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની પોલીસે આ ઘટના પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. એક હેલિકોપ્ટર હોબી એવિએશન ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યું હતું. આ ઘટનાની ફિનિશ અને એસ્ટોનિયન ઓથોરિટી સંયુક્તપણે તપાસ કરી રહી છે.