અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ થેરાપી એક્ઝિબિશનનો પ્રારંભ

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદની માનુનીઓ માટે ગુડ ન્યૂઝ છે. અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ એક્ઝિવિશનની શરૂઆત કરવામાં આવી છે. હાઈ લાઇફ એક્ઝિબિશનમાં નવીનતમ બ્રાઇડલ અને ડિઝાઇનર ટ્રેન્ડ્સ, ટોચના ડિઝાઇનર્સને મળવાની તક અને બ્રાઇડલ ફેશનની દુનિયા એક્સપ્લોર કરવાનો મોકો મળશે. હાઈ લાઈફ એક્ઝિબિશનના પ્રણેતા એબી ડોમિનિક એ જણાવ્યું કે, ” આગામી મોન્સૂન ઋતુ, વેડિંગ સીઝન અને બ્રાઇડલ ફેશનને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને સુરત ખાતે હાઈ લાઈફ ફરી આવી ગયું છે. તમારા સ્ટાઇલ પેલેટમાં ચમક ઉમેરવા માટે બ્રાઇડલ વેર, લહેંગા, શરારા, સુટ, સાડી, જ્વેલરી અને વધુની ગ્લેમરસ સિરીઝ મળી રહેશે.”

આ પ્રદર્શનને વધુ યાદગાર બનાવવા માટે, અમદાવાદની ઘણી ફેશનિસ્ટા મહિલાઓને ઉદ્ઘાટન સત્ર માટે આમંત્રિત કરવામાં આવી હતી અને અમદાવાદી ફેશન પ્રેમીઓએ આ પ્રદર્શનમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

હાઇ લાઇફ પ્રદર્શન 23 અને 24 જૂન 2025ના રોજ સવારે 10 થી રાતના 9 વાગ્યા સુધી ખુલુ રહેશે. જેનું આયોજન ધ ગ્રાન્ડ ભગવતી, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

Share This Article